કાંગારૂઓ આજે પણ હારી જશે તો T20 રૅન્કિંગ્સમાં આયર્લેન્ડ પછી દસમા નંબરે

07 September, 2012 05:43 AM IST  | 

કાંગારૂઓ આજે પણ હારી જશે તો T20 રૅન્કિંગ્સમાં આયર્લેન્ડ પછી દસમા નંબરે

દુબઈ: પાકિસ્તાને બુધવારે દુબઈમાં ઑસ્ટ્રેલિયાને ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ T20માં ૩૧ બૉલ બાકી રાખીને ૭ વિકેટે પરાજિત કરી દીધું હતું અને એ સાથે ૧૮ સપ્ટેમ્બરે શ્રીલંકામાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટેની સારી પૂર્વતૈયારી કરી લીધી હતી.

સ્પિનરોનો તરખાટ

ઑસ્ટ્રેલિયા બૅટિંગ મળ્યાં પછી ૧૯.૩ ઓવરમાં માત્ર ૮૯ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગયું હતું. પેસબોલર સોહેલ તનવીરે ૧૩ રનમાં ત્રણ તેમ જ ઑફ સ્પિનર સઈદ અજમલે ૧૩ રનમાં બે, પહેલી જ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર લેફ્ટી સ્પિનર રઝા હસને ૧૫ રનમાં બે તથા કૅપ્ટન અને ઑફ સ્પિનર મોહમ્મદ હાફિઝે ૨૪ રનમાં બે વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયા માત્ર ત્રણ ફોર ફટકારી શક્યું હતું. એમાંની છેલ્લી ફોર ચોથી ઓવરમાં હતી.

પાકિસ્તાને ૧૪.૫ ઓવરમાં માત્ર ત્રણ વિકેટના ભોગે ૯૦ રન બનાવીને સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી. કામરાન અકમલ ૩૧ રન સાથે નૉટઆઉટ રહ્યો હતો.

ઑસ્ટ્રેલિયા T20ના રૅન્કિંગ્સમાં નવમા નંબરે છે અને જો આજે (ટેન ક્રિકેટ પર રાત્રે ૯.૩૦) બીજી T20માં પણ એ હારી જશે તો રૅન્કિંગ્સમાં આયર્લેન્ડ પછી દસમા નંબરે થઈ જશે. T20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ એક જ ગ્રુપમાં છે. એમાં ત્રીજી ટીમ વેસ્ટ ઇન્ડીઝ છે.

સુકાની બેઇલી ચિંતિત

ઑસ્ટ્રેલિયાના સુકાની જ્યૉર્જ બેઇલીએ બુધવારે પરાજય પછીના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમે પાકિસ્તાન સામે જે રીતે હારી ગયા એ જોતાં મને તો અમારી ટીમ T20 વર્લ્ડ કપ જીતે એવી કોઈ સંભાવના નથી લાગતી. જોકે અમારે બીજી મૅચ જીતીને સિરીઝ લેવલ કરવા કમર કસવી જોઈએ અને એ માટે અમે સક્ષમ છીએ.’

નંબર-ગેમ

ઑસ્ટ્રેલિયનો ત્રણ વર્ષ પછી આટલામી વાર T20 મૅચમાં એક પણ સિક્સર ન ફટકારી શક્યા. અગાઉ આવું દુબઈમાં જ મે ૨૦૦૯માં પાકિસ્તાન સામે બન્યું હતું

બુધવારની મૅચમાં કાંગારૂઓ માત્ર આટલા ફોર ફટકારી શક્યા હતા. પાકિસ્તાને આટલા ચોક્કા પહેલી ચાર ઓવરમાં ફટકાર્યા હતા. ઑસ્ટ્રેલિયાની આટલી ફોર T20 મૅચમાં સેકન્ડ-લોએસ્ટ છે. આમાં સૌથી ઓછો આંકડો બે છે જે સાઉથ આફ્રિકાના નામે છે. ૨૦૦૭માં વેસ્ટ ઇન્ડીઝ સામે તેઓ આટલી જ ફોર ફટકારી શક્યા હતા

માત્ર આટલા ઑસ્ટ્રેલિયાનો ડબલ ફિગરમાં રન બનાવી શક્યા હતા : ડેવિડ વૉર્નર ૨૨, કૅમેરન વાઇટ ૧૫ અને જ્યૉર્જ બેઇલી ૧૪

પાકિસ્તાને આટલી વખત ઑસ્ટ્રેલિયાને T20 મૅચમાં હરાવ્યું છે. સાઉથ આફ્રિકા અને શ્રીલંકા ચાર-ચાર વિજય સાથે બીજા સ્થાને છે

૩૧

ઑસ્ટ્રેલિયાને અગાઉ કોઈ હરીફ ટીમ આટલા કે આના કરતાં વધુ બૉલ બાકી રાખીને નહોતી હરાવી શકી. વેસ્ટ ઇન્ડીઝે ૨૦૦૯માં ઓવલમાં એને પચીસ બૉલ બાકી રાખીને હરાવ્યું હતું અને એ કાંગારૂઓ સામેનો રેકૉર્ડ હતો

૩૪

T20 મૅચમાં પાકિસ્તાન આટલા વિજય સાથે રેકૉર્ડ-બુકમાં મોખરે છે. સાઉથ આફ્રિકા ૨૯ જીત સાથે બીજા નંબરે અને ઑસ્ટ્રેલિયા પચીસ વિજય સાથે ત્રીજા સ્થાને છે. ભારતનો ૧૮ વિજય સાથે સાતમો નંબર છે

૮૯