ઇતના ગુસ્સા ક્યોં આતા હૈ જનાબ...

14 October, 2019 10:01 AM IST  |  ઈસ્લામાબાદ

ઇતના ગુસ્સા ક્યોં આતા હૈ જનાબ...

રોષમાં પાકિસ્તાનના ચાહકો

ક્રિકેટપ્રેમીઓ માટે આ રમત જાણે જિંદગીનો એક અભિન્ન ભાગ હોય એવા ઘણા દાખલા આપણને જોવા મળતા હોય છે. થોડા સમય પહેલાં આઇસીસી ટી૨૦ ચૅમ્પિયન પાકિસ્તાનને શ્રીલંકા સામે ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાં ૩-૦થી પરાજય મળ્યો હતો. આ સિરીઝમાં મળેલી હારના આઘાતનો પ્રત્યાઘાત છેક હવે દેખાયો હતો, જેમાં એક વ્યક્તિ પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહમદના પોસ્ટર પર પોતાનો ગુસ્સો ઉતારી રહ્યો છે. ટેસ્ટ, વન-ડે અને ટી૨૦ એમ ત્રણેય ફૉર્મેટમાં પાકિસ્તાનની ટીમને લીડ કરવા માટે સરફરાઝ સક્ષમ નથી એવી ચર્ચા પણ કરવામાં આવી રહી છે. સરફરાઝને પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટનપદેથી હટાવવાની વાત પણ ચાલી રહી છે. 

pakistan sports news