ફિન્ચની સેન્ચુરીથી પહેલી વન-ડેમાં પાકિસ્તાનનો ૮ વિકેટથી પરાજય

24 March, 2019 11:13 AM IST  | 

ફિન્ચની સેન્ચુરીથી પહેલી વન-ડેમાં પાકિસ્તાનનો ૮ વિકેટથી પરાજય

ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચ

હાઇએસ્ટ વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ આયોજન કરવાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતા શારજાહ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૮ વિકેટથી સહેલાઈથી હરાવીને પાંચ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ લીધી હતી. ૨૮૧ રનના ટાર્ગેટ સામે કૅપ્ટન ઍરોન ફિન્ચ અને શૉન માર્શ વચ્ચે ૧૭૨ રનની પાર્ટનરશિપ થઈ હતી.

ટૉસ જીતીને પાકિસ્તાને પહેલાં બૅટિંગ લેવાનું પસંદ કર્યું હતું. ઇમામ-ઉલ-હક અને શૉન મશુદની વિકેટ જલદી ગુમાવ્યા પછી વન-ડાઉન બૅટ્સમૅન હેરિસ સોહેલ અને ઉમર અકમલ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. સાતમી ઓવરથી છેક સુધી બૅટિંગ કરનાર હેરિસે ૧૧૪ બૉલમાં ૬ ફોર અને ૧ સિક્સની મદદથી ૧૦૧ રન બનાવ્યા હતા. ફહીમ અશરફ અને ઇમામ વસીમ બન્નેએ ૨૮-૨૮ રન બનાવીને સ્કોર ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૦ રન સુધી પહોંચાડ્યો હતો.

નૅથન કૉલ્ટર નાઇલે ૬૧ રનમાં હાઇએસ્ટ બે વિકેટ લીધી હતી.

ઉસ્માન ખ્વાજા (૨૪)ની વિકેટ ૧૨મી ઓવરમાં ૬૩ના ટોટલે ગુમાવ્યા પછી ફિન્ચ-માર્શે જબરદસ્ત બૅટિંગ કરીને પાકિસ્તાનના બોલરોને વિકેટ માટે હંફાવ્યા હતા. ભારત સામેની પાંચ વન-ડેમાં ફિન્ચ ફક્ત ૧૫૭ રન બનાવી શક્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ૪૯મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને સિરીઝમાં ૧-૦ની લીડ લીધી હતી. બીજી વન-ડે આજે આ જ ગ્રાઉન્ડ પર રમાશે.

આ પણ વાંચોઃ લાયન ભારતની હાલત બગાડશે : ઍરોન ફિન્ચ

૧૦૦થી વધુ વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ આયોજિત કરનારાં ગ્રાઉન્ડ

ગ્રાઉન્ડ                                     વન-ડે            સમયગાળો
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ                  ૨૩૭              ૧૯૮૪-૨૦૧૯
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ                     ૧૫૬             ૧૯૭૯-૨૦૧૯
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ                    ૧૪૯               ૧૯૭૧-૨૦૧૯
હરારે સ્પોટ્ર્સ ક્લબ                        ૧૪૭              ૧૯૯૨-૨૦૧૮
આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો        ૧૨૬              ૧૯૮૬-૨૦૧૮
શેરે-બાંગ્લા નૅશનલ સ્ટેડિયમ               ૧૦૮            ૨૦૦૬-૨૦૧૮

cricket news sports news australia