હૉકી વર્લ્ડ કપમાંથી પાકિસ્તાન બહાર

24 December, 2018 07:19 PM IST  | 

હૉકી વર્લ્ડ કપમાંથી પાકિસ્તાન બહાર

પાકિસ્તાન હૉકી ટીમ

ભુવનેશ્વરમાં ચાલી રહેલા હૉકી વર્લ્ડ કપમાં વર્લ્ડ-નંબર ૩ બેલ્જિયમે પાકિસ્તાનને ૫-૦થી કચડીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કલિન્ગા સ્ટેડિયમમાં ક્રૉસ-ઓવર મૅચને જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરનારા બેલ્જિયમનો મુકાબલો આવતી કાલે જર્મની સામે થશે. આ પહેલાં ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડને ૨-૦થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને આજે તેનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે.

ઍલેક્ઝાન્ડર હેન્ડરિકે પહેલાં ક્વૉર્ટરમાં મળેલા પેનલ્ટી કૉર્નરમાં ૧૦મી મિનિટે ગોલ કરીને બેલ્જિયમનું ખાતું ખોલ્યું હતું. ૧૩મી મિનિટે નિકોલસ ર્કેપલ પાસેથી મળેલા પાસને ગોલમાં રૂપાંતર કરીને કૅપ્ટન થોસમ બ્રિલ્સે ટીમને ૨-૦ની લીડ અપાવી હતી. પોતાના પૂલમાં સેકન્ડ નંબરે રહેનારી વર્લ્ડ-નંબર ૩ બેલ્જિયમનો બૉલ પર કબજો ઓછો હતો છતાં એણે બે ગોલ કર્યા હતા. બીજા ક્વૉર્ટરમાં પણ બેલ્જિયમે પાકિસ્તાનના ડિફેન્સ પર અટૅક કરવાનું ચાલુ રાખતાં ૨૭મી અને ૩૫મી મિનિટે ગોલ કરીને પાકિસ્તાન પર પ્રેશર વધાર્યું હતું. ટૉમ બૂને ગોલ કરીને બેલ્જિયમને ૫-૦થી જીત અપાવી હતી.

hockey sports news pakistan belgium