ઇંગ્લેન્ડના માનચેસ્ટર એરપોર્ટમાં વસીમ અકરમને થયો કડવો અનુભવ

23 July, 2019 11:37 PM IST  |  Manchester

ઇંગ્લેન્ડના માનચેસ્ટર એરપોર્ટમાં વસીમ અકરમને થયો કડવો અનુભવ

વસીમ અકરમ

Manchester : પાકિસ્તાન ક્રિકેટ કોઇને કોઇ કારણોસર હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને ફાસ્ટ બોલર વસીમ અકરમે સોશિયલ મીડિયામાં પોતાની સાથે થયેલ એક ખરાબ અનુભવને શેર કર્યો છે. ઈંગ્લેન્ડના માનચેસ્ટર એરપોર્ટ પર વસીમ અકરમ સાથે ગેરવર્તણુક થઈ હતી. અકરમે જણાવ્યું કે, એરપોર્ટ પ્રશાસને તેની ડાયાબિટીસની દવાઓની યોગ્ય રીતે દેખરેખ ન કરી. દર્દીઓને ઈન્સ્યુલિનને કોલ્ડ કેસમાં લઈ જવાનો હયો છે. પણ અકરમને તેને બેગમાંથી નીકાળીને પ્લાસ્ટિકની કોથળીમાં રાખવા માટે કહેવામાં આવ્યું હતું.


અકરમ ડાયાબિટીસમાં ટાઇમ 1નો દર્દી છે
અકરમ 1997થી ટાઈપ 1 ડાયાબિટીસનો દર્દી છે. તે સમયે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો અને પોતાના કેરિયરમાં ચરમ પર રમી રહ્યો હતો. તે ત્યારેય પણ દિવસમાં અનેક વખત ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લેતો હતો.

 


અકરમે ટ્વીટ કરીને આપી જાણકારી
વસીમ અકરમે લખ્યું કે, માન્ચેસ્ટર એરપોર્ટ પર આજે મારું દિલ તૂટી ગયું. હું દુનિયાભરમાં ઈન્સ્યુલિનની સાથે સફર કરું છું. અને આજે અહીં જે થયું તેનાથી મારું દિલ તૂટી ગયું હતું. મારી સાથે ખુબ જ ઉદ્ધતાઈથી વાત કરવામાં આવી અને ઈન્સ્યુલિનને કોલ્ડ કેસમાંથી નીકાળીને પ્લાસ્ટિકની બેગમાં રાખવામાં આવ્યું હતું. ડાયાબિટીસની બિમારી બાદ પણ ફાસ્ટ બોલર વસીમ અકરમે દુનિયાભરના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.

cricket news wasim akram