પાકિસ્તાને ૨૪૮ રનથી કિવીઓને કચડ્યા

14 November, 2014 06:04 AM IST  | 

પાકિસ્તાને ૨૪૮ રનથી કિવીઓને કચડ્યા



પોતાના ૧૫ ટેસ્ટ-વિજય સાથે પાકિસ્તાનના સૌથી સફળ કૅપ્ટનમાં ગણના પામવામાં ગઈ કાલે મિસ્બાહ ઉલ-હકને એક કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. જોકે ચાર દિવસ બાદ શરૂ થનારી બીજી ટેસ્ટ-મૅચમાં એ કમબૅક કરી શકે છે એવો સંકેત ચોક્કસ ન્યુ ઝીલૅન્ડે આપ્યો હતો. પાકિસ્તાને પહેલી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડને ૨૪૮ રનથી હરાવીને ત્રણ મૅચોની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે.

મૅચમાં છ વિકેટ લેનાર બોલર રાહત અલીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનને આ મૅચ જીતવા માટે ગઈ કાલે માત્ર બે વિકેટની જરૂર હતી એ માટે એણે ૧૬.૩ ઓવર સુધી રાહ જોવી પડી હતી. ૧૭૪ રનના સ્કોરને આગળ ધપાવતાં ન્યુ ઝીલૅન્ડે ૭૦.૩ ઓવરમાં કુલ ૨૩૧ રન બનાવ્યા હતા.

ચમકારા

પાકિસ્તાનનો આ ન્યુ ઝીલૅન્ડ સામેનો બીજો સૌથી મોટો વિજય હતો.

પાકિસ્તાને ૨૦૦ કરતાં વધુ રનથી કુલ ૧૧ ટેસ્ટ-મૅચ જીતી છે જે પૈકી ત્રણ વિજય ૨૦૧૪માં મેળવ્યા છે જેમાં ઑસ્ટ્રેલિયા સામે જીતેલી બે મૅચોનો પણ સમાવેશ છે.

છેલ્લાં ૪૫ વર્ષમાં ન્યુ ઝીલૅન્ડ માત્ર એક વખત જ પાકિસ્તાન સામે ટેસ્ટ-સિરીઝ જીત્યું છે જે ૧૯૮૫માં ૨૯ વર્ષ પહેલાં બન્યું હતું.