એક તરફ પિતા આસિફ મેદાન પર રમી રહ્યા હતા પણ પુત્રી જીંદગીની જંગ હારી ગઇ

20 May, 2019 12:55 PM IST  | 

એક તરફ પિતા આસિફ મેદાન પર રમી રહ્યા હતા પણ પુત્રી જીંદગીની જંગ હારી ગઇ

આસિફ અલીની પુત્રીએ કેન્સરના કારણે ગુમાવ્યો જીવ

પાકિસ્તાની ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાનના ક્રિકેટર આસિફ અલી જ્યારે ઈંગ્લેન્ડ સામે તેમની 5મી અને છેલ્લી વન-ડે રમી રહ્યા હતા ત્યારે તેમની 2 વર્ષની પુત્રીનું લાંબી બિમારી બાદ અવસાન થયું હતું. આસિફ અલીની પુત્રી નૂર ફાતિમા સ્ટેજ 4 કેન્સર પીડિત હતી અને તેની સારવાર અમેરિકાની હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યારે પુત્રી ફાતિમા તેના અંતિમ શ્વાસ લઈ રહી હતી ત્યારે આસિફ અલી ઈંગ્લેન્ડ સામે મેચ રમી રહ્યો હતો જેમાં તેણે 22 રનની ઈનિંગ રમી હતી.

આસિફની પુત્રી સ્ટેજ 4 કેન્સરથી પીડાઇ રહી હતી

એપ્રિલમાં આસિફ અલીએ એક ટ્વિટ દ્વારા તેની પુત્રીને કેન્સર હોવાની માહિતી આપી હતી. તેમની પુત્રીના અવસાનની જાણકારી પાકિસ્તાન સુપર લીગની ટીમ ઈસ્લામાબાદ યૂનાઈટેડે ટ્વિટ કરીને આપી હતી. આસિફ ઈસ્લામાબાદ યૂનાઈટેડ માટે લીગ રમે છે. 27 વર્ષિય આસિફ અલી વર્લ્ડ કપ માટેની પાકિસ્તાન ટીમનો ભાગ નથી. પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. આસિફ અલીના વન-ડે સિરીઝમાં પ્રદર્શનને જોઈને લાગી રહ્યું છે કે તેમને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: 15 વર્ષ સુધી કોઈ ન તોડી શક્યું ગાંગુલી-દ્રવિડનો પાર્ટનરશિપનો રેકૉર્ડ

આસિફ અલીના પુત્રીના અવસાન પર ક્રિકેટ જગતે શોક દર્શાવ્યો હતો. પાકિસ્તાન ટીમના કોચ ડીન જોન્સને જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે ખબર પડી ત્યારે તે ભાવુક થઈ ગયા હતા. ડીન જોન્સે આસિફ અલીની પુત્રીના અવસાન પ્રત્યે શોકની લાગણી દર્શાવતા ટ્વિટ કર્યું હતું.

cricket news sports news