ઇમરાનના ફોટોને હટાવવાની કાર્યવાહીને પાક. ક્રિકેટ ર્બોડે ગણાવી અફસોસજનક

19 February, 2019 11:26 AM IST  | 

ઇમરાનના ફોટોને હટાવવાની કાર્યવાહીને પાક. ક્રિકેટ ર્બોડે ગણાવી અફસોસજનક

ઈમરાન ખાન

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં વિવિધ સ્ટેડિયમમાંથી પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન વડા પ્રધાન ઇમરાન ખાનના ફોટગ્રાફ્સને હટાવવાની કાર્યવાહીને મામલે પાકિસ્તાન ક્રિકેટ ર્બોડ આ મહિને મળનારી ત્ઘ્ઘ્ની બેઠકમાં ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મૅનેજિંગ ડિરેક્ટર વસીમ ખાને કહ્યું હતું કે ‘અમારું હંમેશાંથી માનવું છે કે રમત અને રાજકારણને અલગ રાખવાં જોઈએ. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરી પાડે છે કે રમત ખાસ કરીને ક્રિકેટ હંમેશાં લોકો અને દેશો વચ્ચેના અંતરને ઓછું કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એક ઐતિહાસિક ક્રિકેટ ક્લબ અને સ્થળ પૈકી એકમાંથી પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટન અને વડા પ્રધાન ઇમરાન ખાન અને અન્ય દિગ્ગજ ક્રિકેટરોના ફોટોગ્રાફ્સને ઢાંકવા તેમ જ હટાવવા બહુ જ અફસોસજનક કાર્યવાહી છે.’

આ પણ વાંચોઃ વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે ન રમે ભારત : હરભજન

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો માર્યા ગયા હતા. આ ઘટના બાદ મુંબઈની ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાએ ઇમરાનના ફોટોને ઢાંકી દીધો હતો. તો પંજાબ ક્રિકેટ અસોસિએશનના મોહાલી સ્ટેડિયમની અંદર વિવિધ સ્થળો પર લગાવવામાં આવેલા પાકિસ્તાનના ક્રિકેટરોના ફોટોગ્રાફ્સને હટાવી દીધા હતા.

imran khan pakistan