10 August, 2025 11:04 AM IST | Trinidad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૧થી T20 સિરીઝ જીતનાર પાકિસ્તાને ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં પણ વિજયી શરૂઆત કરી છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર્સના તરખાટની સામે યજમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝ ૪૯ ઓવરમાં ૨૮૦ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. પાકિસ્તાને પહેલી વાર વન-ડે રમી રહેલા હસન નવાઝની અણનમ ઇનિંગ્સના આધારે ૪૮.૫ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૪ રન ફટકારીને ૨૮૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પાંચ વિકેટે પહેલી મૅચ જીતનાર પાકિસ્તાન આજે અને ૧૨ ઑગસ્ટે ફરી વન-ડેમાં કૅરિબિયન ટીમનો સામને કરશે.
વન-ડે ડેબ્યુ પર પાંચ ફોર અને ૩ સિક્સરની મદદથી ૫૪ બૉલમાં ૬૩ રન ફટકારનાર હસન નવાઝ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.