સરફરાઝની ઝડપી સદી છતાં ઑસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં

24 October, 2014 06:33 AM IST  | 

સરફરાઝની ઝડપી સદી છતાં ઑસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં

દુબઈમાં રમાતી ટેસ્ટ-મૅચમાં બીજા દિવસે પાકિસ્તાનના બૅટ્સમૅન સરફરાઝ અહેમદની સદી છતાં ઑસ્ટ્રેલિયાએ વિનાવિકેટે ૧૧૩ રન કર્યા હતા. મૅચનો સમય પૂરો થયો ત્યારે ઓપનર ડેવિડ વૉર્નર તથા ક્રિસ રોજર્સે અનુક્રમે ૭૫ તથા ૩૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાને પહેલી ઇનિંગ્સમાં ૪૫૪ રન બનાવ્યા હતા. આમ ઑસ્ટ્રેલિયા હજી ૩૪૧ રન પાછળ છે. ઑસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર મિચલ જૉન્સને ૩૯ રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી.

પાકિસ્તાન તરફથી વિકેટકીપર-બૅટ્સમૅન સરફરાઝ અહેમદે શાનદાર ૧૦૯ રન બનાવ્યા હતા, તો અસદ શફિકે ૮૯ તથા કૅપ્ટન મિસ્બાહ-ઉલ-હકે ૬૯ રન બનાવ્યા હતા. ૨૭ વર્ષના સરફરાઝ અહેમદે ચોગ્ગો ફટકારી માત્ર ૮૦ બૉલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. આ તેની બીજી સેન્ચુરી છે, જેમાં તેણે ૧૪ ચોગ્ગા ફટકાર્યા હતા. બે મહિના અગાઉ તેણે શ્રીલંકા વિરુદ્ધ પહેલી સેન્ચુરી ફટકારી હતી.