✕

પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ-મૅચના પહેલા જ દિવસે શ્રીલંકા ૯૮ રનમાં ખખડી ગયું

18 November, 2026 08:30 AM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

ટૉસ હારીને પહેલા બૅટિંગ કરનાર શ્રીલંકાએ ૩૫.૩ ઓવરમાં ૯૮ રનના સ્કોર પર ૧૦ વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાને પ્રથમ દિવસના અંતે ૩૭.૨ ઓવરમાં ૧૨૧-૩નો સ્કોર કરીને ૨૩ રનની લીડ મેળવી હતી.

મોહમ્મદ અબ્બાસે ૧૪ ઓવરમાં ૧૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી

રાવલપિંડીમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ-સિરીઝની બીજી મૅચ શરૂ થઈ હતી. ટૉસ હારીને પહેલા બૅટિંગ કરનાર શ્રીલંકાએ ૩૫.૩ ઓવરમાં ૯૮ રનના સ્કોર પર ૧૦ વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાને પ્રથમ દિવસના અંતે ૩૭.૨ ઓવરમાં ૧૨૧-૩નો સ્કોર કરીને ૨૩ રનની લીડ મેળવી હતી.

શ્રીલંકા માટે કૅપ્ટન કુસલ મેન્ડિસે ૫૦ બૉલમાં ૩૨ રન અને સોનલ દિનુષાએ ૪૦ બૉલમાં ૨૧ રન કર્યા હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર્સ મોહમ્મદ અબ્બાસ, રઝાઉલ્લાહ અને આમેર જમાલે ૩-૩ વિકેટ લીધી હતી. પાકિસ્તાન માટે પહેલી ઇનિંગ્સમાં તૈયબ આરિફે ૮૨ બૉલમાં ૪૬ રન કર્યા અને ઓપનર અઝાન અવૈસ ૯૬ બૉલમાં ૪૭ રન કરીને નૉટઆઉટ રહ્યો હતો.

pakistan sri lanka rawalpindi test cricket t20 cricket news sports news sports