પાકિસ્તાન ૫-૦થી ક્લીન સ્વીપ ન કરી શક્યું એટલે નંબર-વન પરથી નીચે ધકેલાયું

09 May, 2023 11:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની ટીમ ૩૦૦ રનના લક્ષ્યાંક સામે ૪૬.૧ ઓવરમાં ૨૫૨ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી

મૅન ઑફ ધ મૅચ હેન્રી શિપ્લી (જમણે).

બાબર આઝમ ૧૦૦મી વન-ડેમાં પાંચ બૉલમાં જ પૅવિલિયનભેગો થઈ ગયો કરાચીમાં રવિવારે ન્યુ ઝીલૅન્ડને પાંચમી અને છેલ્લી વન-ડેમાં હરાવીને નંબર-વનનો રૅન્ક જાળવી રાખવાનો પાકિસ્તાનને મોકો હતો, પરંતુ પેસ બોલર હેન્રી શિપ્લી (૯-૧-૩૪-૩)એ ત્રણ પ્રાઇઝ વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને શાનદાર વિજય અપાવ્યો હતો અને નંબર-વન પર જ રહેવાનું બાબર આઝમની ટીમનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. પાકિસ્તાનની ટીમ ૩૦૦ રનના લક્ષ્યાંક સામે ૪૬.૧ ઓવરમાં ૨૫૨ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે પાકિસ્તાને સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી. બાબર આઝમ પોતાની ૧૦૦મી વન-ડેમાં પાંચ જ બૉલમાં આઉટ થઈ ગયો હતો.

પાકિસ્તાન નંબર થ્રી પર આવી ગયું છે અને ઑસ્ટ્રેલિયા નંબર વન અને ભારત નંબર ટૂ છે.

આ પણ વાંચો :  GT vs LSG: ગરમીની ઐસીતૈસી: હજારો ક્રિકેટપ્રેમીઓ હાર્દિક-કૃણાલનો જંગ જોવા ઊમટ્યા

ટૉમ લૅથમે બૅટિંગ પસંદ કર્યા પછી ન્યુ ઝીલૅન્ડની ટીમ ૫૦મી ઓવરમાં ૨૯૯ રનના સ્કોરે આઉટ થઈ ગઈ હતી, જેમાં વિલ યંગના ૮૭ રન, કૅપ્ટન લૅથમના ૫૯ રન અને માર્ક ચૅપમૅનના ૪૩ રનનો સમાવેશ હતો. શાહીન શાહ આફ્રિદીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. પાકિસ્તાને જે ૨૫૨ રન બનાવ્યા એમાં ઇફ્તિખાર અહમદના ૯૪ રન હતા. હેન્રી શિપ્લીએ બાબર આઝમ (૧ રન), મોહમ્મદ રિઝવાન (૯ રન) અને આગા સલમાન (૫૭ રન)ની મહત્ત્વની વિકેટ લઈને પાકિસ્તાન માટે વિજય અશક્ય બનાવી દીધો હતો. શિપ્લી ઉપરાંત રાચિન રવીન્દ્ર (૧૦-૦-૬૫-૩)એ પણ ત્રણ વિકેટ લીધી હતી. શિપ્લીને મૅન ઑફ ધ મૅચનો અને ફખર ઝમાનને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો.

100
બાબર આઝમની રવિવારે આટલામી વન-ડે હતી જેમાં તે ફક્ત એક જ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

sports news sports cricket news pakistan new zealand