અમારા બોલર્સે બહુ શૉર્ટ બૉલ ફેંક્યા જેનો લેથમે લાભ લીધો: શિખર ધવન

26 November, 2022 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત ગઈ કાલે વન-ડે સિરીઝમાં ૦-૧થી પાછળ રહ્યું એ બદલ કૅપ્ટન શિખર ધવને અમુક અંશે ટીમની બોલિંગને જવાબદાર ગણાવી હતી.

શાર્દુલ ઠાકુરની આઠમી ઓવરમાં લેથમે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. એ ઓવરમાં પચીસ રન બન્યા હતા અને મૅચ ન્યુ ઝીલૅન્ડની ફેવરમાં જતી રહી હતી. એ.એફ.પી.

ભારત ગઈ કાલે વન-ડે સિરીઝમાં ૦-૧થી પાછળ રહ્યું એ બદલ કૅપ્ટન શિખર ધવને અમુક અંશે ટીમની બોલિંગને જવાબદાર ગણાવી હતી. તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘એક તો અમારા બોલર્સે પ્લાન મુજબ બોલિંગ નહોતી કરી અને બીજું, અમે બહુ શૉર્ટ બૉલ ફેંક્યા હતા જેનો સેન્ચુરિયન ટૉમ લેથમે ફાયદો ઉઠાવ્યો હતો.
લેથમે ૧૦૪ બૉલમાં કરીઅર-બેસ્ટ અણનમ ૧૪૫ રન બનાવ્યા હતા. ધવને કહ્યું કે ‘અમારું ૩૦૬ રનનું ટોટલ સારું હતું અને પહેલી ૧૫ ઓવરમાં બૉલ સારાએવા સીમ થતા હતા, પરંતુ બીજાં મેદાનોથી ભિન્ન આ ગ્રાઉન્ડ પર અમારા બોલર્સે ઘણા શૉર્ટ ઑફ લેન્ગ્થ બૉલ ફેંક્યા હતા, જેમાં લેથમે આક્રમક મૂડમાં બૅટિંગ કરીને રન ખડકી દીધા હતા. કેટલાક બૉલમાં અમારી મિસફીલ્ડ પણ હતી. ખાસ તો બહુ શૉર્ટ બૉલ ફેંકવાને કારણે જ બાજી ભારતના હાથમાંથી જતી રહી. ૪૦મી ઓવર (જે શાર્દુલે કરી હતી)માં લેથમે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી, જેમાં જ ટર્ન આવી ગયો હતો. અમારા ખેલાડીઓએ આ મૅચમાંથી ઘણું શીખવા જેવું છે.’

cricket news shikhar dhawan sports news