શ્રી કચ્છી રાજગોર સમાજની ક્રિકેટ સ્પર્ધામાં ઓશિવરાની ટીમ ચૅમ્પિયન

24 January, 2023 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારે રસાકસી વચ્ચે રમાયેલી ૬ ઓવરની ફાઇનલમાં ઓશિવરાની ટીમે બૅટિંગ મળ્યા પછી ૪ વિકેટે ૬૯ રન બનાવ્યા હતા,

ઓશિવરા બૉય્‍સ

રવિવારે વિરારમાં શ્રી કચ્છી રાજગોર સમાજની ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટના ભાગરૂપે આયોજિત આઠ ટીમ વચ્ચેના નીતિન સ્મૃતિ કપમાં ઓશિવરા બૉય્‍સ ટીમ ચૅમ્પિયન બની હતી. ભારે રસાકસી વચ્ચે રમાયેલી ૬ ઓવરની ફાઇનલમાં ઓશિવરાની ટીમે બૅટિંગ મળ્યા પછી ૪ વિકેટે ૬૯ રન બનાવ્યા હતા, જેના જવાબમાં કાંદિવલીની ટીમ પંચાવન રન બનાવી શકતાં ઓશિવરાની ટીમ ૧૪ રનથી જીતી હતી. રોહન રાજગોર (ઓશિવરા)ને મૅન ઑફ ધ ફાઇનલનો તથા સિરીઝનો, ફેનિલ રાજગોર (ઓશિવરા)ને બેસ્ટ ફીલ્ડરનો, પાર્થ રાજગોર (ઓશિવરા)ને બેસ્ટ બોલરનો અને નિકેત રાજગોર (કાંદિવલી)ને બેસ્ટ બૅટરનો અવૉર્ડ મળ્યો હતો.

sports sports news t20 kandivli