શ્રી કચ્છી રાજગોર સમાજની ક્રિકેટ સ્પર્ધામાં ઘાટકોપરની ટીમ વિજેતા

23 February, 2022 06:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી કચ્છી રાજગોર સમાજ, ડોમ્બિવલી દ્વારા જ્ઞાતિજનો માટે ડોમ્બિવલી (ઈસ્ટ)માં શિવાજી મહારાજ ક્રીડાંગણના મેદાનમાં ૮ ટીમ વચ્ચે આયોજિત વીએમવી સ્મૃતિ કપ ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલ (જીએફસી) ટીમે જીતી લીધી છે

પ્રતીકાત્મક તસવીર

શ્રી કચ્છી રાજગોર સમાજ, ડોમ્બિવલી દ્વારા જ્ઞાતિજનો માટે ડોમ્બિવલી (ઈસ્ટ)માં શિવાજી મહારાજ ક્રીડાંગણના મેદાનમાં ૮ ટીમ વચ્ચે આયોજિત વીએમવી 
સ્મૃતિ કપ ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલ (જીએફસી) ટીમે જીતી લીધી છે. ઓશિવરા બૉય્‍સે ૬ વિકેટે ૪૯ રન બનાવ્યા બાદ ઘાટકોપરની ટીમે ૪.૫ ઓવરમાં ૫૩ રન બનાવીને ફાઇનલ ૧૦ વિકેટે જીતી લીધી હતી. જીએફસીના દીપેશ રાજગોરને મૅન ઑફ ધ ફાઇનલનો અને જિયા રાજગોરને મૅન ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ અપાયો હતો. સ્પર્ધાના બેસ્ટ ફીલ્ડરનો પુરસ્કાર સુનીલ રાજગોર (ડોમ્બિવલી)ને, બેસ્ટ બોલરનો કૌશલ રાજગોર (ગોરેગામ)ને અને બેસ્ટ બૅટરનો અવૉર્ડ રિન્કુ રાજગોર (ઓશિવરા)ને મળ્યો હતો.

sports news ghatkopar cricket news