વર્લ્ડ T20 ઇલેવનમાં કોહલી એકમાત્ર ભારતીય : રૈના બારમો

09 October, 2012 05:24 AM IST  | 

વર્લ્ડ T20 ઇલેવનમાં કોહલી એકમાત્ર ભારતીય : રૈના બારમો


કોલંબો: આ ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય પ્લેયર છે. સુરેશ રૈનાને આ ટીમનો બારમો ખેલાડી બનાવવામાં આવ્યો છે. કોહલીએ પાંચ મૅચમાં ૧૮૫ રન બનાવ્યા હતા જે તમામ બૅટ્સમેનોમાં સાતમા નંબરે અને ભારતીયોમાં પ્રથમ ક્રમે હતા. રૈનાના ૬ કૅચ તમામ દેશોના નૉન-વિકેટકીપિંગ ફીલ્ડરોમાં હાઇએસ્ટ હતા.

માહેલા જયવર્દનેએ વર્લ્ડ કપની ફાઇનલની હાર પછી શ્રીલંકન T20 ટીમની કૅપ્ટન્સી છોડી દીધી છે, પરંતુ આઇસીસીએ તેને પોતાની સ્પેશ્યલ T20 ટીમનો સુકાની બનાવ્યો છે. આ ઇલેવન શ્રીલંકાના હવામાન અને પિચ સહિતની સ્થિતિઓને નજરસમક્ષ રાખીને તૈયાર કરવામાં આવી છે.

આઇસીસી વર્લ્ડ T20 ઇલેવન (બૅટિંગ-ઑર્ડર મુજબ): ક્રિસ ગેઇલ, શેન વૉટ્સન, વિરાટ કોહલી, માહેલા જયવર્દને (કૅપ્ટન), લ્યુક રાઇટ, બ્રેન્ડન મૅક્લમ, માર્લન સૅમ્યુલ્સ, લસિથ મલિન્ગા, મિચલ સ્ટાર્ક, સઈદ અજમલ અને અજંથા મેન્ડિસ. બારમો ખેલાડી : સુરેશ રૈના

પૂનમ રાઉત

મહિલાઓની ટીમમાં આઇસીસીની મહિલાઓની વર્લ્ડ T20 ઇલેવનમાં રનર્સ-અપ ટીમ ઇંગ્લૅન્ડની શાલોર્ટ એડવર્ડ્સ કૅપ્ટન છે અને ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમની ઘણી પ્લેયરો છે. આ ઇલેવનમાં ભારતની બૅટ્સવુમન પૂનમ રાઉતનો પણ સમાવેશ છે