15 નવેમ્બર છે ક્રિકેટ ફૅન્સ માટે સ્પેશ્યિલ દિવસ, જાણો કેમ?

15 November, 2020 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

15 નવેમ્બર છે ક્રિકેટ ફૅન્સ માટે સ્પેશ્યિલ દિવસ, જાણો કેમ?

તસવીર સૌજન્યઃ બીસીસીઆઈનું ટ્વીટર અકાઉન્ટ

15 નવેમ્બરે ભારતના ક્રિકેટ ફૅન્સ માટે સ્પેશ્યિલ છે. આ તારીખે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે તેમની યાત્રાનું પહેલું પગલું ભર્યું હતું. આજથી 30 વર્ષ પહેલા 15 નવેમ્બર 1989માં પહેલી વખત ક્રીઝ પર ઉતર્યા હતા. સચીને તેની કારકિર્દીની શરૂઆત અન્ય કોઈ ટીમ સામે નહીં પણ પાકિસ્તાન સામે કરી હતી. તેમ જ સચિન તેંડુલકરે 15 નવેમ્બરના દિવસે તેની છેલ્લી મેચ પણ રમી હતી.

BCCIએ સચિન તેંડુલકરના બે ફોટા શેર થયા છે. પહેલો ફોટો 1989નો હતો છે જેમાં તેંડુલકર પહેલી મેચ રમી રહ્યા છે અને બીજો ફોટો 2013માં છે, જ્યારે તે છેલ્લે મેદાનમાં ઉતર્યા હતા. તે સંયોગ હતો કે તેંડુલકરે 15 નવેમ્બરના રોજ છેલ્લી વખત મેદાન પર મેચ રમ્યા હતા. 14થી 16 નવેમ્બર સુધી, વેસ્ટ ઈન્ડિઝ સામે વાનખેડેમાં ઉતરનાર સચિન બીજા દિવસે 74 રન બનાવીને ક્રિકેટમાંથી નિવૃત્ત થયા.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના મહાન બેટ્સમેનમાં સ્થાન પામ્યા છે. બંને ટેસ્ટ અને વન ડે ક્રિકેટ ફોર્મેટમાં સૌથી વધુ રન સચિનના નામે છે. જ્યારે મનોજ પ્રભાકરની જગ્યાએ તેંડુલકર કરાચીમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે તે માત્ર 16 વર્ષના હતા.

board of control for cricket in india sachin tendulkar cricket news