24 June, 2025 10:25 AM IST | Oman | Gujarati Mid-day Correspondent
ઓમાન ક્રિકેટ ટીમ
ઓમાન ક્રિકેટ બોર્ડે ૨૦૨૪ના મેન્સ T20 વર્લ્ડ કપ રમવા માટે ICC તરફથી મળતી પ્રાઇઝ મની ટીમના સભ્યોને આપી નથી એવા અહેવાલ આ મહિનાની શરૂઆતમાં સામે આવ્યા હતા. હવે બોર્ડે ખાતરી આપી છે કે ૧.૯૨ કરોડ રૂપિયાની ઇનામી રકમ જુલાઈ ૨૦૨૫ સુધીમાં સમગ્ર ટીમ (ટીમના પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ)ને વિતરિત કરવામાં આવશે.
આ વિવાદને કારણે પ્લેયર્સ અને બોર્ડ વચ્ચે થયેલા સંઘર્ષથી અગિયાર પ્લેયર્સે પોતાના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ ગુમાવ્યા હતા. ઓમાન ક્રિકેટ બોર્ડ પણ વર્લ્ડ ક્રિકેટ અસોસિએશન (WCA)ની સંડોવણીથી ખુશ નથી. બોર્ડનું માનવું છે કે આ અસોસિએશને પ્લેયર્સને ગેરમાર્ગે દોરવામાં અને ફરજો છોડી દેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે બન્યું એ વિરોધ નહોતો, પરંતુ ઉશ્કેરણી હતી.