પહેલાં પોલ તૂટ્યો, પછી મેડલનું સપનું

09 August, 2012 06:20 AM IST  | 

પહેલાં પોલ તૂટ્યો, પછી મેડલનું સપનું

 

 

ક્યુબાનો પોલ વૉલ્ટર લૅઝારો બોર્જિસ દોડીને આવ્યા બાદ જમ્પ મારવા જતો હતો ત્યારે તેના પોલના ત્રણ તુકડા થઈ જતાં તે પડી ગયો હતો. સદ્ભાગ્યે તેને કોઈ મોટી ઈજા નહોતી થઈ. ગયા વર્ષે વલ્ર્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ૨૬ વર્ષનો બોર્જિસ ત્યાર બાદના પ્રયત્નોમાં ફાઇનલ માટે ક્વૉલિફાય થવા જરૂરી ઊંચો જમ્પ ન મારી શકતાં સ્પર્ધામાંથી આઉટ થઈ ગયો હતો. ૧૯૮૮માં સૉલ ઑલિમ્પિક્સ દરમ્યાન પણ આવી જ ઘટના બની હતી. બ્રિટનના લેજન્ડ ડૅલી થૉમ્પસનનો જમ્પ મારવા દરમ્યાન પોલ તૂટી ગયો હતો.