21 July, 2025 08:46 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઑલી પોપ
ટેસ્ટ-મૅચોમાં લંચ અને ટી-બ્રેક દરમ્યાન ક્રિકેટર્સ કેવો ખોરાક લે છે એ વિશે ક્રિકેટર-ફૅન્સ વચ્ચે હંમેશાં ઉત્સુકતા રહી છે. ભારત સામેની ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચના શતકવીર ઑલી પોપે પોતાના બ્રેક દરમ્યાનના ખોરાક વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે.
ઑલી પોપ કહે છે, ‘લંચ-બ્રેકમાં સામાન્ય રીતે હું ચિકન, ફિશ અને પાસ્તા ખાઉં છું અને શક્ય એટલી વધુ ઊર્જા મેળવવાનો પ્રયાસ કરું છું. જોકે જો હું બૅટિંગ કરી રહ્યો છું તો હું વધુ ખાતો નથી, કારણ કે કોઈ કારણસર મારું શરીર વધુ ખાવા માગતું નથી. કેટલીક વાર હું પ્રોટીન-શેક અને કેળું લઉં છું.’
ટી-બ્રેક વિશે વાત કરતાં ઑલી પોપ કહે છે, ‘કેટલાક લોકોને ટી-બ્રેક દરમ્યાન ચા પીવી ગમે છે. હું સામાન્ય રીતે કૉફી પીઉં છું. ક્યારેક વરસાદ કે અન્ય કોઈ કારણસર વિલંબ થાય તો હું ચા પીઉં છું.’