રોહિતે રિષભને આપી બેબી-સિટરની ઑફર: વિકેટકીપરે પણ આપ્યો જોરદાર જવાબ

10 January, 2019 09:20 AM IST  | 

રોહિતે રિષભને આપી બેબી-સિટરની ઑફર: વિકેટકીપરે પણ આપ્યો જોરદાર જવાબ

પત્ની રિતિકા સાથે રોહિત શર્મા

ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ-ટીમના કૅપ્ટન ટિમ પેઇનની પત્ની બોનીએ રિષભ પંતને બેસ્ટ બેબી-સિટર કહ્યો હતો. હવે રોહિત શર્માએ પણ રિષભને પોતાની દીકરી સમાયરા માટે બેબી-સિટરની ઑફર આપી છે. રોહિતે કહ્યું હતું કે ‘એક સારા બેબી-સિટરની જરૂર છે, તુરંત. રિતિકા પણ ઘણી ખુશ થશે.’

રિષભ પંતે તુરંત તો જવાબ ન આપ્યો, પરંતુ થોડા સમય બાદ આપેલા જવાબમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ઘસેડતાં કહ્યું હતું કે ‘શું ચહલ, તું પોતાનું કામ સારી રીતે નથી કરી રહ્યો. સમાયરા માટે બેબી-સિટર બનવાની મજા આવશે. રિતિકાને શુભેચ્છા.’

મેલબર્ન ટેસ્ટ દરમ્યાન પંત અને ટિમ પેઇન વચ્ચે ઘણી વાતચીત થઈ હતી જેમાં પંતને ચીડવતાં પેઇને કહ્યું હતું કે ‘ધોની હવે ટીમમાં આવી ગયો છે અને મારે મારી પત્નીને ફિલ્મ જોવા લઈ જવાની છે. તું અમારાં બાળકોનો બેબી-સિટર બનીશ.’

આ પણ વાંચોઃ ટિમ પેઇનની પત્નીએ રિષભ પંતને કહ્યો બેસ્ટ બેબી-સિટર

જવાબમાં રિષભે ખરેખર પેઇનના દીકરા અને પત્ની સાથે ફોટો પડાવ્યો હતો જેની ખૂબ પ્રશંસા થઈ હતી.

rohit sharma team india sports news cricket news