મંગળવારે ક્રિકેટ બોર્ડની ઇમર્જન્સી મીટિંગ: AGM અને ચૂંટણી યોજવા વિશે ચર્ચા થશે

16 November, 2014 06:15 AM IST  | 

મંગળવારે ક્રિકેટ બોર્ડની ઇમર્જન્સી મીટિંગ: AGM અને ચૂંટણી યોજવા વિશે ચર્ચા થશે




સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુદગલ કમિટીના રિપોર્ટમાં જેમની તરફ ગેરરીતિ બાબતે આંગળી ચીંધવામાં આવી છે એને ધ્યાનમાં રાખીને ૨૦ નવેમ્બરે યોજાનારી AGM અને ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટની ચૂંટણી ચાર અઠવાડિયાં માટે મુલતવી રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ મુદગલ કમિટી જેમની સામે તપાસ ચલાવે છે એ ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ એન. શ્રીનિવાસન, ક્રિકેટ બોર્ડના COO સુંદર રમણ, IPLના ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સના કો-ઓનર રાજ કુંદ્રા અને ચેન્નઈ સુપર કિંગ્સના ટીમ-પ્રિન્સિપાલ ગુરુનાથ મય્યપ્પન તથા બીજાં ત્રણેક નામ જાહેર નહીં કરાયેલા ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને IPL-6ના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું જણાવતાં નોંધ્યું હતું કે કેટલીક વ્યક્તિઓ દ્વારા કંઈક ગેરરીતિ થઈ છે.

આ મીટિંગમાં શ્રીનિવાસન તામિલનાડુ ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે હાજર રહે એવી શક્યતા છે.

આ મીટિંગમાં ક્રિકેટ બોર્ડના વકીલો વર્કિંગ કમિટીના મેમ્બર્સને કાનૂની પાસાં વિશે સમજ આપશે. સ્વાભાવિક રીતે જ ક્રિકેટ બોર્ડે AGMની નવી તારીખ જાહેર કરવા માટે વર્કિંગ કમિટીની મીટિંગ યોજવી જરૂરી છે. હવે AGM ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે.