જૉકોવિચ અને વાવરિન્કા વચ્ચે કાંટે કી તક્કર

11 September, 2016 06:14 AM IST  | 

જૉકોવિચ અને વાવરિન્કા વચ્ચે કાંટે કી તક્કર



US ઓપનની આજે રમાનારી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સર્બિયાના વર્લ્ડ નંબર વન અને ગયા વર્ષના ચૅમ્પિયન નોવાક જૉકોવિચ અને સ્વિટ્ઝરલૅન્ડના સ્ટૅનિસ્લાસ વાવરિન્કા વચ્ચે આખરી જંગ જામશે. ગઈ કાલે સેમી ફાઇનલમાં જૉકોવિચે દસમા ક્રમાંકિત મૉન્ફિલ્સને ૬-૩, ૬-૨, ૩-૬, ૬-૨થી હરાવ્યો હતો, જ્યારે વાવરિન્કાએ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં જપાનના કેઇ નિશિકોરીને ૪-૬, ૭-૫, ૬-૪, ૬-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જૉકોવિચ અને વાવરિન્કા અત્યાર સુધી ૨૩ વાર એકબીજા સામે ટકરાઈ ચૂક્યા છે જેમાં જૉકોવિચે ૧૯ અને વાવરિન્કાએ ચાર વાર જીત મેળવી છે. ગયા વર્ષે‍ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં વાવરિન્કા સામે આઘાતજનક પરાજય બાદ જૉકોવિચે કમબૅક કરીને ત્યાર બાદની બન્ને ટક્કરમાં જીત મેળવી છે અને આજે હૅટ-ટ્રિક કરવાના મૂડમાં છે.