"સચિનને રિટાયરમેન્ટની સલાહ આપવા જેટલું લાયક કોઈ છે જ નહીં"

16 December, 2012 03:51 AM IST  | 

"સચિનને રિટાયરમેન્ટની સલાહ આપવા જેટલું લાયક કોઈ છે જ નહીં"


લંડન :રિચર્ડ્સે ગઈ કાલે બીબીસી રેડિયોને આપેલી મુલાકાતમાં સચિન વિશેના સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘સચિને ક્યાં સુધી રમવું એનો નિર્ણય એકમાત્ર તે પોતે જ લઈ શકે. એ બાબતમાં તેને સલાહ આપી શકે એટલી લાયક વ્યક્તિ કોઈ છે જ નહીં.’

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની છ ઇનિંગ્સમાં સચિનની માત્ર ૧૮.૬૬ની બૅટિંગ-ઍવરેજ છે. જોકે રિચર્ડ્સે તેના વિશે વધુ પૂછવામાં આવતાં કહ્યું હતું કે ‘નિવૃત્તિ પ્લેયરની કરીઅર માટે એક રીતે મોત સમાન હોય છે એટલે જો ખેલાડી જીવંત રહેવા માગે અર્થાત્ પૂરા ઉત્સાહપૂર્વક અને એન્જૉય કરતા રહીને રમતો રહેવા માગે તો તેને એવું કરતો રોકવો ન જોઈએ.’

છેલ્લા થોડા દિવસથી સચિનને સુનીલ ગાવસકર, કપિલ દેવ, મોહિન્દર અમરનાથ અને સૌરવ ગાંગુલી સિલેક્ટરો સાથે બેસીને કરીઅરના ભાવિ વિશે ચર્ચા કરી લેવાની સલાહ આપી રહ્યા છે.

બીબીસી = બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉપોર્રેશન