ભારતીયો આઇસીસીના માત્ર એક અવૉર્ડ માટે દાવેદાર

31 August, 2012 03:15 AM IST  | 

ભારતીયો આઇસીસીના માત્ર એક અવૉર્ડ માટે દાવેદાર

દુબઈ: આઇસીસી દ્વારા કોલંબોમાં T20 વલ્ર્ડ કપના ત્રણ દિવસ પહેલાં એટલે ૧૫ સપ્ટેમ્બરે વાર્ષિક અવૉર્ડ્સ માટેનું ફંક્શન યોજાશે અને એ પુરસ્કારો માટેના દાવેદારોનું લિસ્ટ ગઈ કાલે બહાર પાડવામાં આવ્યું હતું. આ યાદીમાં માત્ર એક અવૉર્ડ માટેના દાવેદારોમાં ભારતીય પ્લેયરોના નામ છે. આ નામ વન-ડે ક્રિકેટર ઑફ ધ યર માટેના અવૉર્ડની કૅટેગરીમાં છે અને એમાં વિરાટ કોહલી તથા મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ છે.

આ અવૉર્ડ્સ ૪ ઑગસ્ટ ૨૦૧૧થી ૬ ઑગસ્ટ ૨૦૧૨ સુધીના પિરિયડના પફોર્ર્મન્સ માટેના છે.

મુખ્ય ૬ અવૉર્ડ માટેના દાવેદારોમાં કુમાર સંગકારાનું નામ સૌથી વધુ વખત છે:

ક્રિકેટર ઑફ ધ યર : હાશિમ અમલા, માઇકલ ક્લાર્ક, કુમાર સંગકારા, વનોર્ન ફિલૅન્ડર

ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર : હાશિમ અમલા, માઇકલ ક્લાર્ક, કુમાર સંગકારા, વનોર્ન ફિલૅન્ડર

વન-ડે ક્રિકેટર ઑફ ધ યર : વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, કુમાર સંગકારા, લસિથ મલિન્ગા

T20 પફોર્ર્મન્સ ઑફ ધ યર : તિલકરત્ને દિલશાન, ક્રિસ ગેઇલ, રિચર્ડ લીવી, અજંથા મેન્ડિસ

ઇમર્જિંગ ક્રિકેટર ઑફ ધ યર : દિનેશ ચંદીમલ, ડગ બ્રેસવેલ, સુનીલ નારાયણ, જેમ્સ પૅટિન્સન

પીપલ્સ ચોઇસ અવૉર્ડ : જેમ્સ ઍન્ડરસન, જૅક કૅલિસ, વનોર્ન ફિલૅન્ડર, કુમાર સંગકારા, સચિન તેન્ડુલકર

ટેસ્ટ ટીમ ઑફ યરમાં એકેય ભારતીય નહીં

આઇસીસીએ ટેસ્ટ ટીમ ઑફ ધ યર જાહેર કરી છે જેમાં સાઉથ આફ્રિકાના પાંચ પ્લેયરો છે, પણ ભારતનો એક પણ નથી. તમામ અગિયાર પ્લેયરોને ૪ ઑગસ્ટ ૨૦૧૧થી ૬ ઑગસ્ટ ૨૦૧૨ સુધીમાં તેમણે રમેલી ટેસ્ટમૅચોના પફોર્ર્મન્સના આધારે પસંદ કરવામાં આવ્યા છે.

માઇકલ ક્લાર્કના નેતૃત્વવાળી આ ટીમ ઇલેવન આ પ્રમાણે છે : માઇકલ ક્લાર્ક (કૅપ્ટન), ઍલસ્ટર કુક, હાશિમ અમલા, કુમાર સંગકારા, જૅક કૅલિસ, શિવનારાયણ ચંદરપૉલ, મૅટ પ્રાયર, સઈદ અજમલ, વનોર્ન ફિલૅન્ડર, ડેલ સ્ટેન અને એ. બી. ડિવિલિયર્સ.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ