જુવાન છો તો પછી કૅચ શાના છૂટે છે? : સ્ટુઅર્ટ લૉ

22 December, 2011 08:14 AM IST  | 

જુવાન છો તો પછી કૅચ શાના છૂટે છે? : સ્ટુઅર્ટ લૉ



મીરપુર: પાકિસ્તાને ગઈ કાલે બંગલા દેશને બીજી ટેસ્ટમૅચમાં પણ હરાવીને સિરીઝ ૨-૦થી જીતી લીધી ત્યાર બાદ બંગલા દેશનો કોચ સ્ટુઅર્ટ લૉ પોતાની ટીમની ફીલ્ડિંગ વિશે પ્લેયરો પર ખફા હતા. મંગળવારે ચોથા દિવસે પાકિસ્તાનની સેકન્ડ ઇનિંગ્સમાં બંગલા દેશના ફીલ્ડરોએ ત્રણ કૅચ છોડ્યા હતા જેના કારણે પાકિસ્તાન ૧૩૨ રનની લીડ લઈ શક્યું હતું.

૪૩ વર્ષનો સ્ટુઅર્ટ લૉ ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ બૅટ્સમૅન છે. તે ૧૯૯૫માં એક જ ટેસ્ટ રમ્યો હતો. જોકે ૧૯૯૪થી ૧૯૯૯ દરમ્યાન તે ૫૪ વન-ડે રમ્યો હતો. તેણે ગઈ કાલે બંગલા દેશની ફીલ્ડિંગની ખૂબ ટીકા કરી હતી. પોતાના પ્લેયરોને તેણે ઠપકો આપતા જે કહ્યું હતું એનો ઉલ્લેખ તેણે પત્રકારો સાથેની વાતચીતમાં કયોર્ હતો. સ્ટુઅર્ટ લૉએ કહ્યું હતું કે ‘બંગલા દેશના પ્લેયરો પરાજય માટે કોઈ બહાનું કાઢી શકે એમ નથી. તેમની ફીલ્ડિંગ ખરાબ હતી. ટીમમાં એકેય પ્લેયર ૩૮ વર્ષનો નથી. બધા પ્લેયરો ૨૦થી ૨૭ વર્ષની ઉંમરના છે. જુવાન પ્લેયર ચારથી પાંચ દિવસ સુધી પૂરો ફિટ હોવો જ જોઈએ.’

ગઈ કાલે છેલ્લા દિવસે બંગલા દેશે બીજો દાવ પાંચ વિકેટે ૧૧૪ના સ્કોર પરથી આગળ વધાયોર્ હતો. ૨૧૨ રન સુધી છઠ્ઠી વિકેટ નહોતી પડી, પરંતુ એ સ્કોરે પડી હતી અને ૨૩૪ના ટોટલ સુધીમાં આખી ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. લેફ્ટી સ્પિનર અબ્દુર રહમાને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. પાકિસ્તાનને જીતવા માત્ર ૧૦૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ૭૦ રનમાં બે વિકેટ પડ્યા બાદ ૧૦૧મા રને ત્રીજી વિકેટ પડી હતી, પરંતુ ત્યારે રમવા આવેલા કૅપ્ટન મિસબાહ-ઉલ-હકે સિક્સર ફટકારીને પાકિસ્તાનને જિતાડી દીધું હતું.

શાકિબ-અલ-હસનને મૅન  ઑફ ધ મૅચનો અને યુનુસ ખાનને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મળ્યો હતો.

નંબર ગેમ




બંગલા દેશે સાત વર્ષમાં આટલી વખત ટેસ્ટના બન્ને દાવમાં ૨૫૦ કે વધુ રનનું ટોટલ બતાવ્યું છે



બંગલા દેશે ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં છેલ્લી આટલી વિકેટ માત્ર બાવીસ રનમાં ગુમાવી હતી અને આખી ટીમ ૨૩૪ના ટોટલ પર ઑલઆઉટ થઈ ગઈ હતી

૨૪

પાકિસ્તાનની બીજી ઇનિંગ્સની શરૂઆતમાં બૅટ્સમેનોના આટલા ડૉટ-બૉલ હતા

૨૬૫

મૅન ઑફ ધ સિરીઝ યુનુસ ખાનના સિરીઝમાં આટલા રન હાઇએસ્ટ હતા. પાકિસ્તાની સ્પિનર અબ્દુર રહમાનની ૧૧ વિકેટ હાઇએસ્ટ હતી