યુવા ફૂટબૉલ ખેલાડીઓ શોધવા નીતા અંબાણીની અનોખી પહેલ

08 December, 2014 05:21 AM IST  | 

યુવા ફૂટબૉલ ખેલાડીઓ શોધવા નીતા અંબાણીની અનોખી પહેલ


આ કાર્યક્રમનો હેતુ યુવા ખેલાડીઓને ફૂટબૉલની વૈશ્વિક કક્ષાની તાલીમ આપવાનો છે; જેમાં ISL, ISLની આઠ ક્લબો, રિલાયન્સ ફાઉન્ડેશન તથા મૅજિક બસ, સ્લમ સોકર અને યુવા નામની ત્રણ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ છે.‘બીઇંગ હ્યુમન’ નામની સંસ્થાનો સ્થાપક સલમાન ખાન પણ આ પ્રસંગે હાજર રહ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘નીતા અંબાણીના ફૂટબૉલ ગ્રાસરૂટ પ્રોગામ આ રમતના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. આ કૅમ્પમાં ભાગ લેનાર ૧૦થી ૧૩ વર્ષના છોકરાઓને ૩થી ૭ વર્ષ સુધી તાલીમ આપવામાં આવશે. એ સમય દરમ્યાન તેમના અભ્યાસનો ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે.’