આઇસીસીનો આગામી ચૅરમૅન ‘બિગ થ્રીમાંથી ન હોવો જોઈએ : અહેસાન મની

06 September, 2020 03:22 PM IST  |  Karachi | Agencies

આઇસીસીનો આગામી ચૅરમૅન ‘બિગ થ્રીમાંથી ન હોવો જોઈએ : અહેસાન મની

અહેસાન મની

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અહેસાન મનીની ઇચ્છા છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલનો આગામી ચૅરમૅન ‘બિગ થ્રી’ બોર્ડમાંથી ન હોવો જોઈએ. પહેલી જુલાઈએ શશાંક મનોહર આઇસીસીના ચૅરમૅનપદ પરથી ઊતરી ગયા હતા અને ત્યાર બાદ ડેપ્યુટી ચૅરમૅન ઇમરાન ખ્વાજાએ આગામી ચૅરમૅન ચૂંટાઈને ન આવે ત્યાં સુધી એ પદ સંભાળ્યું હતું. એહસાન મની પોતે ૨૦૦૩થી ૨૦૦૬ દરમ્યાન આઇસીસીના ચૅરમૅનપદે રહી ચૂક્યા છે. આ વિશે અહેસાન મનીનું કહેવું છે કે ‘ઇંગ્લૅન્ડ ક્રિકેટ ઍન્ડ વેલ્સ બોર્ડ, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી આઇસીસીના ચૅરમૅન સિલેક્ટ ન થવા જોઈએ. આ ઘણું ખરાબ કહેવાય કે આ નિમણૂક કરતાં ઘણી વાર લાગી રહી છે. ૨૦૧૪માં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ભારતે રાજકારણ કરીને પોતાની પદવી બચાવી રાખી હતી અને હવે તેઓ પોતાને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ ત્રણ દેશનાં ક્રિકેટ બોર્ડને છોડીને અન્ય કોઈ દેશમાંથી આઇસીસીના ચૅરમૅનની પસંદગી કરવામાં આવે તો સારું. બોર્ડ માટે આ એક મોટી સમસ્યા છે.’

pakistan cricket news sports news