News In Shorts: પુજારા વિઝાની અડચણને લીધે પહેલી મૅચ ગુમાવશે

06 April, 2022 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનો ભરોસાપાત્ર બૅટર ચેતેશ્વર પુજારા વિઝાને લગતી અમુક અડચણને કારણે ઇંગ્લૅન્ડની સસેક્સ કાઉન્ટી વતી આવતા અઠવાડિયા સુધી ડેબ્યુ નહીં કરી શકે.

ચેતેશ્વર પુજારા

પુજારા વિઝાની અડચણને લીધે પહેલી મૅચ ગુમાવશે
ભારતનો ભરોસાપાત્ર બૅટર ચેતેશ્વર પુજારા વિઝાને લગતી અમુક અડચણને કારણે ઇંગ્લૅન્ડની સસેક્સ કાઉન્ટી વતી આવતા અઠવાડિયા સુધી ડેબ્યુ નહીં કરી શકે. ગુરુવારે કાઉન્ટી ચૅમ્પિયનશિપ શરૂ થઈ રહી છે અને પુજારા એની પહેલી મૅચ ગુમાવશે. તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝની ભારતીય ટીમમાંથી પુજારાની બાદબાકી થઈ ત્યાર બાદ તે સસેક્સની ટીમમાં જોડાયો 
હતો. તેણે સસેક્સ વતી આ 
સ્પર્ધામાં કુલ ૬ મૅચ રમવાનો કરાર કર્યો છે જેમાંની એક મૅચ તે ગુમાવશે. ત્યાર પછી તે રૉયલ લંડન કપમાં અને કેટલીક ચાર-દિવસીય મૅચો રમશે.

લક્ષ્ય, માલવિકા કોરિયા ઓપનના બીજા રાઉન્ડમાં
વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સનો બ્રૉન્ઝ મેડલિસ્ટ અને જર્મન ઓપન તથા ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપ્સનો ફાઇનલિસ્ટ લક્ષ્ય સેન ગઈ કાલે સન્ચ્યોનમાં કોરિયા ઓપનનો પ્રથમ રાઉન્ડ જીતીને સેકન્ડ રાઉન્ડમાં પહોંચ્યો હતો. તેણે પહેલા રાઉન્ડમાં કોરિયાના ચોઇ જી હૂનને ૧૪-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૮થી હરાવી દીધો હતો. લક્ષ્ય હવે ઇન્ડોનેશિયાના શેસર હાઇરેન ભુસ્તાવિતો સામે રમશે. માલવિકાએ પહેલા રાઉન્ડમાં ચીનની હેન યીને ૨૦-૨૨, ૨૨-૨૦, ૨૧-૧૦થી હરાવી હતી. ભારતનો જ એચ. એસ. પ્રણોય મલેશિયાના હરીફ સામે 
હારી ગયો હતો.

રાનીનું નંબર વન નેધરલૅન્ડ્સ સામેની મૅચથી કમબૅક
ઈજાને કારણે ઘણાં અઠવાડિયાં સુધી હૉકીના મેદાનથી દૂર રહેનાર ભારતની સ્ટાર-સ્ટ્રાઇકર રાની રામપાલ પાછી રમવા આવી ગઈ છે. મહિલા હૉકીની વર્લ્ડ નંબર વન ટીમ નેધરલૅન્ડ્સ સામે જે મૅચ રમાવાની છે એ માટે ગઈ કાલે બાવીસ ખેલાડીઓની સ્ક્વૉડ જાહેર કરાઈ હતી જેમાં રાની ઉપરાંત નવોદિત મિડફીલ્ડર મહિમા ચૌધરી તથા નવી સ્ટ્રાઇકર ઐશ્વર્યા ચવાણ, ગોલકીપર સવિતા અને ભારતની વર્તમાન 
ટીમની મોટા ભાગની પ્લેયરોનો સમાવેશ છે.

cheteshwar pujara sports news