ટી20માં પાંચ વાર 50થી વધારે સ્કોર કરનાર પહેલી પ્લેયર બની સોફી ડિવાઇન

11 February, 2020 10:26 AM IST  |  Wellington

ટી20માં પાંચ વાર 50થી વધારે સ્કોર કરનાર પહેલી પ્લેયર બની સોફી ડિવાઇન

સોફી ડિવાઇન

ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન સોફી ડિવાઇને ઇન્ટરનૅશનલ ટી૨૦ ક્રિકેટમાં સતત પાંચ વાર ૫૦થી વધારે સ્કોર કરવાનો રેકૉર્ડ કર્યો છે. તેણે છેલ્લી પાંચ ટી૨૦માં અનુક્રમે ૧૦૫, ૭૭, ૬૧, ૫૪ અને ૭૨ રન કર્યા હતા. આ પહેલાં મિતાલી રાજ, બ્રેન્ડન મૅક્‍લમ અને ક્રિસ ગેઇલ ઇન્ટરનૅશનલ ટી૨૦માં સતત ચાર વાર ૫૦થી વધારે સ્કોર કરી ચૂક્યા છે. સોફી ડિવાઇન ન્યુ ઝીલૅન્ડની બીજી મહિલા પ્લેયર બની છે જેણે ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ત્રણ ડિજિટમાં રન કર્યા હોય. આ પહેલાં સુઝી બૅટ્સે સ્પેશ્યલ માઇલસ્ટોન બનાવ્યો હતો.

cricket news sports news