ન્યુ ઝીલૅન્ડનો પાકિસ્તાન સામે વિદેશની ધરતી પર ટેસ્ટ-સિરીઝમાં વિજય

24 December, 2018 07:39 PM IST  | 

ન્યુ ઝીલૅન્ડનો પાકિસ્તાન સામે વિદેશની ધરતી પર ટેસ્ટ-સિરીઝમાં વિજય

બહુમૂલ્ય વિજય : ટેસ્ટ-સિરીઝ ૨-૧થી જીત્યા બાદ ટ્રોફી સાથે ન્યુ ઝીલૅન્ડની ટીમ.

અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડે છેલ્લા બે દિવસમાં આર્યજનક પ્રદર્શન કરીને મૅચ ૧૨૩ રનથી અને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ટિમ સાઉધી, ઍજાઝ પટેલ અને ડેબ્યુટન્ટ વિલિયમ સમરવિલેએ ૩-૩ વિકેટ ઝડપતાં પાકિસ્તાન ૨૭૯ રનના ટાર્ગેટ સામે ૫૬.૧ ઓવરમાં ફક્ત ૧૫૬ રને ઑલઆઉટ થઈ ગયું હતું. પાંચમા દિવસે ન્યુ ઝીલૅન્ડે ૫ વિકેટે ૨૭૨ રનથી આગળ રમવાનું શરૂ કરતાં વિલિયમસન પછી હેનરી નિકોલ્સે પણ સેન્ચુરી પૂરી કરી હતી અને કિવી કૅપ્ટને દાવ ૭ વિકેટે ૩૫૩ રને ડિકલેર કરીને પાકિસ્તાન સામે ૨૭૯ રન બનાવવાનો પડકાર ફેંક્યો હતો.

પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. સાઉધીએ મોહમ્મદ હફીઝને આઉટ કરવાની શરૂઆત કરી ત્યારથી વિકેટનું પતન એવું શરૂ થયું કે ૫ વિકેટ ૫૫ રને પડી ગઈ હતી. કૅપ્ટન સરફરાઝે બાબર આઝમ સાથે ટકીને રમવાની કોશિશ કરી, પણ ૯૮ રને સરફરાઝ અને ૧૩૧ના ટોટલે બિલાલ આસિફ આઉટ થઈ ગયા હતા. બાબર આઝમે ૧૪૪ બૉલમાં ધીરજપૂર્વક હાઇએસ્ટ ૫૧ રન બનાવીને ટેસ્ટ ડ્રૉમાં ખેંચવાની કોશિશ કરી પણ કંઈ ફાયદો ન થયો. ટેસ્ટમાં ૮૯ અને ૧૩૯ રન બનાવનાર કિવી કૅપ્ટન પ્લેયર ઑફ ધ મૅચ અને યાસિર શાહને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મYયો હતો. ન્યુ ઝીલૅન્ડે ૧૦ વર્ષ પછી એશિયામાં સિરીઝ જીતી હતી અને ૪૯ વર્ષ પછી પહેલી વખત પાકિસ્તાનને વિદેશમાં હરાવ્યું હતું.

cricket news sports news pakistan new zealand