કિવીઓ સામે લાગલગાટ ચોથી T20 સિરીઝ હાર્યા કૅરિબિયનો

14 November, 2025 10:58 AM IST  |  Auckland | Gujarati Mid-day Correspondent

પાંચમી મૅચ આઠ વિકેટે જીતીને ન્યુ ઝીલૅન્ડ ૩-૧થી સિરીઝ જીત્યું

T20 સિરીઝની ટ્રોફી સાથે મિચલ સૅન્ટનર ઍન્ડ કંપની

વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મૅચની T20 સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડે ૩-૧થી જીત નોંધાવી છે. ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૮.૪ ઓવરમાં ૧૪૦ રન કરી ઑલઆઉટ થઈ હતી. યજમાન ટીમ ૧૫.૪ ઓવરમાં ૧૪૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને પાંચમી મૅચ ૮ વિકેટે જીતી હતી.

ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર જેકબ ડફી અંતિમ મૅચની ચાર વિકેટ સહિત આ સિરીઝમાં ૧૦ સફળતા મેળવી પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. કૅરિબિયન ટીમ સામે ન્યુ ઝીલૅન્ડની આ સતત ચોથી T20 સિરીઝ જીત છે. બન્ને વચ્ચે રમાયેલી ૮ સિરીઝમાંથી બે સિરીઝ ડ્રૉ રહી છે અને પાંચ કિવી ટીમે જીતી છે. વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૨માં એક  વખત આ હરીફ સામે સિરીઝ જીત્યું હતું..

new zealand west indies t20 t20 international cricket news sports sports news