આ કપરા સમયમાં સૌથી પ્રેશરભર્યું કામ લોકોને બચાવવાનું છે : વિલિયમસન

27 March, 2020 02:43 PM IST  |  Wellington | Agencies

આ કપરા સમયમાં સૌથી પ્રેશરભર્યું કામ લોકોને બચાવવાનું છે : વિલિયમસન

કેન વિલિયમસન

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના કૅપ્ટન કેન વિલિયમસનનું કહેવું છે કે કોરોનાના આ કપરા સમયમાં સૌથી પ્રેશરભર્યું કામ લોકોના જીવનને બચાવવાનું છે. ચીનના વુહાનથી શરૂ થયેલો આ વાઇરસ આજે દુનિયાભરમાં ફેલાયો છે. દુનિયા આખી લૉકડાઉન થઈ ગઈ છે. ઇન્ડિયામાં પણ આ વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ન્યુ ઝીલૅન્ડે પણ તેમના દેશમાં વિદેશપ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વિશે વધુ જણાવતાં વિલિયમસને કહ્યું કે ‘છેલ્લા કેટલાક દિવસની મહામારીથી એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે કે હેલ્થ ક્રાઇસિસ આવી ગઈ છે. આવી મહામારી આપણે પહેલાં ક્યારેય નથી જોઈ. જોકે એમાં કોઈ શંકા નથી કે આગામી દિવસોમાં આપણે એના પર કાબૂ મેળવી લેશું. આપણે નસીબદાર છીએ કે આપણી રક્ષા કરવાવાળું કોઈક છે. લોકો કહેતા હોય છે કે સ્પોર્ટ્સ મેન અને વિમેન્સ કેટલું પ્રેશરમાં પર્ફોર્મ કરતાં હોય છે, પરંતુ અમે એ અમારા માટે કરીએ છીએ. આ એક ગેમ છે જેને અમે પ્રેમ કરીએ છીએ. ખરું કામનું પ્રેશર તો લોકોના જીવનને બચાવવાનું છે. ખરું પ્રેશર તો બીજાના જીવન માટે પોતાનું જીવન જોખમમાં નાખી રોજ કામ પર જવાનું છે. આ એવી જવાબદારી છે જે દુનિયાના બેસ્ટ અને મદદકર્મીઓ દ્વારા કરવામાં આવે છે. બ્લૅક કૅપના સભ્ય હોવાથી અમને એ વાતનો ગર્વ છે કે અમારો દેશ અમારી સાથે ઊભો છે તેમ જ અમે સરકારને પણ જણાવીએ છીએ કે તમે પણ એકલા નથી, તમારી પાછળ દરેક વ્યક્તિ ઊભી છે.’

kane williamson cricket news sports news new zealand coronavirus covid19