ન્યુ સાઉથ વેલ્સે રેકૉર્ડ જાળવી રાખ્યો

03 October, 2011 07:43 PM IST  | 

ન્યુ સાઉથ વેલ્સે રેકૉર્ડ જાળવી રાખ્યો

ન્યુ સાઉથ વેલ્સનો સ્ટીવન સ્મિથ (૪૫ નૉટઆઉટ, ૪૭ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ લીધી હતી, પરંતુ ૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૧૦૦ રન કર્યા હતા. ૨૬ સપ્ટેમ્બરે ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોએ આપેલો ૯૯ રનનો ટાર્ગેટ મેળવતાં હરભજન ઍન્ડ કંપનીના નાકે દમ આવી ગયો હતો અને છેક છેલ્લા બૉલે જીત મેળવી હતી.

ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સના બૅટ્સમેનોમાં જેમ્સ ફ્રૅન્કલિન (૪૨ નૉટઆઉટ, ૫૧ બૉલ, પાંચ ફોર)ને બાદ કરતા બીજું કોઈ સારું નહોતું રમ્યું. સ્ટુઅર્ટ ક્લાર્ક અને સ્ટીવ ઑકીફે બે-બે વિકેટ લીધી હતી. ન્યુ સાઉથ વેલ્સે જવાબમાં ૧ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૧ રન કરીને મૅચ જીતી લીધી હતી. બેન રૉરરે ૨૮ બૉલમાં અણનમ ૨૬ રન કર્યા હતા. અબુ નેચિમે ત્રણ તેમ જ લસિથ મલિન્ગા અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી.