વિશ્વાસ નથી બેસતો કે ખ્વાજાને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર રાખ્યો છે

03 May, 2020 01:11 PM IST  |  New Delhi | Agencies

વિશ્વાસ નથી બેસતો કે ખ્વાજાને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર રાખ્યો છે

માઇકલ ક્લાર્ક

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કનું કહેવું છે કે મને એ વાત પર ભરોસો નથી બેસતો કે ઉસ્માન ખ્વાજાને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આવતા વર્ષ માટેના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ કરનારા પ્લેયરોની યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં ખ્વાજાનું નામ નહોતું. ઑસ્ટ્રેલિયા માટે ૯ ટી૨૦ મૅચ રમનાર ખ્વાજા માટે વાત કરતાં ક્લાર્કે કહ્યું કે ‘મારા માટે આ વાતનો વિશ્વાસ કરવો અઘરો છે કે જે ટૅલન્ટેડ પ્લેયર તમારા માટે ૧૦ વર્ષ સુધી રમતો આવ્યો છે તેનું નામ ઑસ્ટ્રેલિયાના ટૉપ-20માં નથી.

એક ડૉક્યુમેન્ટરી સિરીઝમાં કહેવામાં આવ્યું હતું કે ખ્વાજાને કોચ જસ્ટિન લૅન્ગર સાથે વાંધો પડ્યો છે. ખ્વાજા ઑસ્ટ્રેલિયા માટે છેલ્લે ઍશિઝ સિરીઝમાં રમ્યો હતો.

michael clarke cricket news sports news