કોરોના ઇમ્પૅક્ટ બાદ ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ શેડ્યુલનો રિવ્યુ કરશે

30 June, 2020 03:42 PM IST  |  New Delhi | Agencies

કોરોના ઇમ્પૅક્ટ બાદ ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ શેડ્યુલનો રિવ્યુ કરશે

પ્રતીકાત્મક તસવીર

દુનિયાના દરેક દેશનાં ક્રિકેટ બોર્ડ ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલો ટી૨૦ વર્લ્ડ કપ રમાડવામાં આવશે કે નહીં એ વિશે રાહ જોઈને બેઠા છે. જોકે આઇસીસી માટે આ ઇવેન્ટની સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પણ ખૂબ જ મહત્ત્વની છે. કોરોના વાઇરસને કારણે બાકીની ઇવેન્ટ કૅન્સલ અથવા તો પોસ્ટપોન કરવામાં આવી છે. આ કારણસર એ ઇવેન્ટને ફરી રીશેડ્યુલ કરવામાં આવશે. એ માટે આઇસીસી ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ પર નજર કરી રહી છે. અત્યારે તો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જોકે અત્યાર સુધી કેટલી ઇવેન્ટ કૅન્સલ થઈ અને કેટલો સમય બચ્યો છે તેમ જ બધું નૉર્મલ થતાં કેટલી વાર લાગશે એ તમામ માહિતીને ધ્યાનમાં રાખીને ૨૦૨૩ સુધીની તમામ ઇવેન્ટ પર નજર રાખવામાં આવશે. આ માટે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનું શું થશે એના પર પણ તેઓ વિચારી રહ્યા છે. તેઓ બાકીની મૅચને ફરી રીશેડ્યુલ કરવા વિશે વિચારી રહ્યા છે અને એ માટે બહુ જલદી રિવ્યુ કરશે.

international cricket council cricket news sports news