ટેસ્ટ મૅચના બીજા દિવસે કોઈ પ્લેયર કોરોના પૉઝિટિવ થયો તો શું કરશો:દ્રવિડ

28 May, 2020 09:31 AM IST  |  New Delhi | Agencies

ટેસ્ટ મૅચના બીજા દિવસે કોઈ પ્લેયર કોરોના પૉઝિટિવ થયો તો શું કરશો:દ્રવિડ

રાહુલ દ્રવિડ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડે ઇંગ્લૅન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ને સવાલ કર્યો છે કે ટેસ્ટ મૅચમાં બીજા દિવસે કોઈ પ્લેયર કોરોના પૉઝિટિવ નીકળ્યો તો ત્યારે શું કરવું. વાસ્તવમાં ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ રમવાની યોજના બનાવી રહ્યા છે જેના સંદર્ભે પ્લેયરોની સુરક્ષાના મામલે દ્રવિડે આ સવાલ કર્યો હતો. રાહુલ દ્રવિડે કહ્યું કે ‘આ નક્કી કરવામાં ઘણાં પાસાં કામ કરે છે. બાયો-બબલના સંદર્ભમાં વાત કરું તો તમે પ્લેયરો માટે ટેસ્ટિંગ અને ક્વૉરન્ટીન જેવી બધી સુવિધા કરી આપો, પણ શું થાય જો ટેસ્ટ મૅચના બીજા દિવસે કોઈ પ્લેયર કોરોના પૉઝિટિવ નીકળે? હાલમાં જે કાયદા છે એ પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ જોઈ રહી છે અને બધાને ક્વૉરન્ટીન કરી રહી છે. જો આવું થયું તો ટેસ્ટ મૅચ અને સિરીઝ બન્નેને અસર પહોંચશે કેમ કે એના આયોજન માટે ઘણા રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોય છે. માટે આપણે હેલ્થ ઑથોરિટી અને સરકાર બન્ને સાથે મળીને કામ કરવાનું છે અને વચ્ચેનો માર્ગ શોધવાનો છે જેથી કરીને જો કોઈ પ્લેયર વચ્ચે કોરોના પૉઝિટિવ નીકળે તો તેના લીધે આખી સિરીઝ પર અસર ન પહોંચે.’

કોરોનાથી પ્લેયરોને બચાવવા માટે આયોજકો બાયો-સિક્યૉર એન્વાયર્નમેન્ટ બનાવવાનું વિચારી રહ્યા છે.

rahul dravid cricket news sports news