બિશનસિંહ બેદીએ છોડ્યું DDCA, સ્ટેન્ડ પરથી પોતાનું નામ હટાવવા પણ કીધું

23 December, 2020 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિશનસિંહ બેદીએ છોડ્યું DDCA, સ્ટેન્ડ પરથી પોતાનું નામ હટાવવા પણ કીધું

DDCA. તસવીર સૌજન્ય-જાગરણ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ડાબોડી સ્પિનર બિશન સિંહ બેદીએ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. બિશન સિંહ બેદીએ દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)થી પોતાનું સભ્યપદ હટાવવા કહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે એમના નામ પર જે દિલ્હીનું અરૂણ જેટલી સ્ટેડિયમમાં સ્ટેન્ડ છે. એનું પણ નામ હટાવવું જોઈએ. બેદી DDCAના નવા અધ્યક્ષ રોહન જેટલીની કામગીરીથી નાખુશ છે.

ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી બિશનસિંહ બેદીએ કહ્યું છે કે તેમણે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ (હવે અરૂણ જેટલી)ના સ્ટેન્ડ પરથી પોતાનું નામ હટાવી દીધું છે. બે વર્ષ પહેલા જ દિલ્હીના ઐતિહાસિક સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ બેદીના નામ પર રાખવામાં આવ્યું હતું. 70ના દાયકામાં દિલ્હીની ટીમને બે વાર રણજી ટ્રોફી જીતનાર બિશન સિંહ બેદીએ DDCAનું સભ્યપદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમને મદન લાલે પણ સમર્થન આપ્યું છે.

74 વર્ષના બેદી DDCAના હાલના અધ્યક્ષ રોહન જેટલીની કામગીરીથી ખુશ નથી. તેમણે મંગળવારે રાત્રે રોહને એક પત્ર લખીને કહ્યું કે, મને પોતાના પર ગર્વ છે કે હું ખૂબ જ સહનશીલ અને ધીરજવાન વ્યક્તિ છું, પરંતુ DDCA જે રીતે ચાલી રહી છે, તેણે મારી કસોટી લીધી છે અને તેના કારણે મેં આ (સભ્યપદ છોડવું અને સ્ટેન્ડથી નામ હટાવવું) નિર્ણય લેવાની ફરજ પડી છે. એટલે હું તમને અપીલ કરું છું તે મારું નામ સ્ટેન્ડ પરથી તાત્કાલિક હટાવો. સાથે જ હું પોતાની DDCAના સભ્યપદનું ત્યાગ કરી રહ્યો છું. મેં આ નિર્ણય જાણી જોઈને લીધો છે.

રોહન જેટલી DDCAના ભૂતપૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય નાણાંપ્રધાન સ્વર્ગસ્થ અરૂણ જેટલીનો પુત્ર છે. બિશનસિંહ બેદી 1999માં અરૂણ જેટલીની સામે સંઘના પ્રમુખ પદ વિરૂદ્ધ લડ્યા હતા. બીજુ કારણ 2020-21 સીઝનમાં દિલ્હીની વરિષ્ઠ પસંદગી સમિતિની પસંદગી પણ હોઈ શકે છે. DDCAએ પસંદગીકાર પદ માટે વયમર્યાદા 60 વર્ષ નક્કી કરી છે, જેના કારણે દિલ્હીના નિયમો અને ભારતના ભૂતપૂર્વ ખેલાડી કીર્તિ આઝાદ પસંદગીકારો બનવાની રેસમાંથી બહાર નીકળી ગયા છે.

cricket news sports news board of control for cricket in india