નેટબોલરોનું આવતી કાલે થઈ શકે છે ટેસ્ટ ડેબ્યુ

14 January, 2021 12:29 PM IST  |  Brisbane | Agencies

નેટબોલરોનું આવતી કાલે થઈ શકે છે ટેસ્ટ ડેબ્યુ

વૉશિંગ્ટન સુંદર

 ઇન્જરીને લીધે પરેશાન ટીમ ઇન્ડિયા આવતી કાલે ચોથી અને છેલ્લી ટેસ્ટમાં વૉશિંગ્ટન સુંદરને રમાડવા અંગે વિચારણા કરી રહી છે. ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઇન્જરીને લીધે આઉટ તથા તેના વિકલ્પ તરીકે ભારતીય ટીમ સુંદરને સમાવવા માગે છે. વન-ડે અને ટી૨૦ સિરીઝમાં શાનદાર પર્ફોર્મન્સને લીધે ટીમ મૅનેજમેન્ટે સુંદરને ટેસ્ટ ટીમમાં નેટબોલર તરીકે જાળવી રાખ્યો હતો. આમ નેટબોલર આવતી કાલે તેનું ટેસ્ટ ડેબ્યુ કરી શકે છે. આ ઉપરાંત અન્ય એક નેટબોલર તરીકે ટીમ સાથે શરૂઆતમાં જોડાયેલો નટરાજન પણ વન-ડે અને ટી૨૦ બાદ ટેસ્ટ ડેબ્યુ કરી શકે છે.

test cricket australia cricket news