નેપાલના ક્રિકેટરે પ્રથમ ત્રણેય ટી૨૦માં હાફ સેન્ચુરી સાથે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

21 April, 2021 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ટી૨૦ ક્રિકેટમાં નેપાલના યુવા ક્રિકેટર કુશલ ભુરતેલે ઇન્ટરનૅશનલ કરીઅરની પ્રથમ ત્રણેય ટી૨૦માં હાફ સેન્ચુરી ફટકારીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનૅશનલ ટી૨૦ ક્રિકેટમાં નેપાલના યુવા ક્રિકેટર કુશલ ભુરતેલે ઇન્ટરનૅશનલ કરીઅરની પ્રથમ ત્રણેય ટી૨૦માં હાફ સેન્ચુરી ફટકારીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ટી૨૦ ઇન્ટરનૅશનલમાં આવી કમાલ કરનાર તે પહેલો ક્રિકેટર બની ગયો છે. નેપાલના કીર્તિપુરમાં નેપાલ, મલેશિયા અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાઈ રહેલી ટી૨૦ સિરીઝમાં ૨૪ વર્ષના કુશલે ૧૭ એપ્રિલે તેની ડેબ્યુ મૅચમાં નેધરલૅન્ડ્સ સામે ૬૧ રન અને સોમવારે બીજી મૅચમાં મલેશિયા સામે ૬૨ રન બનાવ્યા હતા. ગઈ કાલે ફરી નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં ૪૬ બૉલમાં એક સિક્સર અને ૮ ફોર સાથે ૬૨ રન ફટકારીને હાફ સેન્ચુરીની હૅટ-ટ્રિક સાથે વર્લ્ડ રેકૉર્ડ રચ્યો હતો.

cricket news sports news t20 international nepal