ક્રિકેટ શરૂ કરતાં પહેલાં ઘણી સ્પષ્ટતા જરૂરી છે : શાકિબ

25 May, 2020 11:47 AM IST  |  Dhaka | Agencies

ક્રિકેટ શરૂ કરતાં પહેલાં ઘણી સ્પષ્ટતા જરૂરી છે : શાકિબ

શાકિબ અલ હસન

બંગલા દેશ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર શાકિબ અલ હસનનું કહેવું છે કે ક્રિકેટ શરૂ કરતાં પહેલાં અનેક એવા મુદ્દાઓ છે જેના પર સ્પષ્ટતાની જરૂરત છે. કોરોનાના લીધે માર્ચ મહિનાથી ક્રિકેટ બંધ છે. તાજેતરમાં આઇસીસીએ નવી ગાઇડલાઇન પણ જાહેર કરી હતી.

શાકિબનું કહેવું છે કે ‘હવે એમ સાંભળવા મળી રહ્યું છે કે કોવિડ-19 ત્રણ કે છ નહીં, પણ ૧૨ ફુટ સુધી ફેલાઈ શકે છે. તો એનો શું એમ અર્થ કે બન્ને એન્ડ પર ઊભા બૅટ્સમૅન એકબીજાને ઓવરોની વચ્ચે મળી નહીં શકે? શું તેઓ પોતાના એન્ડ પર જ ઊભા રહેશે? શું સ્ટેડિયમમાં પ્રેક્ષક નહીં હોય? શું વિકેટકીપર પણ દૂર ઊભો રહેશે? નજીક ઊભા રહેતા ફીલ્ડરોનું શું? આ બધા સવાલો પર ચર્ચા જરૂરી છે. મને નથી લાગતું કે આઇસીસી કોઈ ચાંદ લેશે. જે પણ હોય, લોકોનું જીવન પહેલા આવે. મને આશા છે કે તે લોકો પહેલાં લોકોની સેફ્ટી વિશે વિચારશે.’

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ઓપનર તૌફીક ઉમરની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી છે. તે હાલમાં પોતાના ઘરે આઇસોલેટ થયો છે.

cricket news sports news pakistan