વિદેશમાં ભારત ટેસ્ટ જીતે એ દિવસો બહુ દૂર નથી : ધોની

22 December, 2014 06:05 AM IST  | 

વિદેશમાં ભારત ટેસ્ટ જીતે એ દિવસો બહુ દૂર નથી : ધોની



શનિવારે બ્રિસ્બેન ટેસ્ટ ઑસ્ટ્રેલિયા સામે ૪ વિકેટથી હારી ગયુ હતું. ઍડીલેટ ટેસ્ટમાં પણ વિજય માટે ટીમ માત્ર ૪૮ રન જ દૂર હતી. ભારતે બન્ને ટેસ્ટ-મૅચમાં સારી એવી લડત આપી હતી. અમુક સેશનમાં ઑસ્ટ્રેલિયા સારો દેખાવ કરીને મૅચ જીતવામાં સફળ થયું હતું. ભારતે ઘણાં બધાં ક્ષેત્રે સારો સુધાર કર્યો છે, પરંતુ એક જીતની રેખાને પાર કરી શક્યા નથી, જે સમયે એવું થયું ત્યારે ઘણાં બધાં સારાં પરિણામો જોવા મળશે.’

વિવાદોથી દૂર રહે ટીમ ઇન્ડિયા : ગાવસકર

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ભારતીય ખેલાડીઓને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ સાથે કોઈ પણ જાતના વાદવિવાદથી દૂર રહેવાની સલાહ આપી છે. બ્રિસ્બેન ટેસ્ટના ત્રીજા દિવસે મિચલ જૉન્સન અને રોહિત શર્મા વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર બાદ ઇશાન્ત શર્મા પણ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે તૂતૂમૈંમૈં કરતો દેખાયો હતો. એના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ ભારતીય બૅટ્સમેનોને આઉટ કરીને મૅચ ચાર વિકેટથી જીતી લીધી હતી.

ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી અંસતુષ્ટ ગાવસકરે કહ્યું હતું કે ‘ભારતીય ખેલાડીઓને આવા વિવાદોની આદત નથી. ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ શરૂઆતથી જ આવા પ્રકારના વિવાદોથી ટેવાયેલા હોય છે એથી તેમને કોઈ ફરક નથી પડતો. નુકસાન તો આપણું જ થાય છે.’

 ધવનની ઈજાને વિશેના ધોનીના નિવેદન વિશે ગાવસકરે કહ્યું હતું કે આ બધું તો હારની જવાબદારીથી બચવા માટેનાં બહાનાં હતાં.