નસીમ શાહના રૂપમાં પાકિસ્તાનને મળ્યો તગડો બોલર : અખ્તર

20 November, 2019 11:19 AM IST  |  Islamabad

નસીમ શાહના રૂપમાં પાકિસ્તાનને મળ્યો તગડો બોલર : અખ્તર

શોએબ અખ્તર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ૧૬ વર્ષના પાકિસ્તાની બોલર નસીમ શાહની બોલિંગ જોઈને તેને તગડો બોલર ગણાવ્યો છે અને સંભવત: તે ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મૅચમાં ડેબ્યુ કરી શકે છે. નસીમની બોલિંગ જોઈને અખ્તરે તેની તારીફ કરતાં કહ્યું હતું કે ‘બોલર તરીકે કહું તો પાકિસ્તાનને એક તગડો બોલર મળ્યો છે. તેને ખબર છે કે કઈ જગ્યાએ બૉલ નાખવો અને એ વાત નસીમની મને ગમે છે. જોવા જઈએ તો આ સાચી ઉંમર છે જેમાં બૉલ ક્યાં નાખવો જોઈએ એ શીખવું જરૂરી છે. કેટલાકમાં આ સ્કીલ જન્મજાત હોય છે. મોહમ્મદ આમીરે જ્યારે ૨૦૦૯માં ડેબ્યુ કર્યું હતું ત્યારે તેનામાં પણ આ જ ખાસિયત હતી. ફાસ્ટ બોલરોનું કૅરેક્ટર સારું છે, હું તેમને સારી જગ્યાએ જોવા માગું છું. ઑસ્ટ્રેલિયામાં તેને સફળતા મળે તો એ સારી વાત કહેવાય. જોકે એ માટે આપણે રાહ જોવી પડશે કે તેમને કેવો પ્રતિસાદ મળે છે અને પ્રેશરમાં તે લોકો કઈ રીતે રમી શકે છે.’ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચ આવતી કાલથી બ્રિસ્બેનમાં શરૂ થશે.

pakistan sports news