રમતવીરોને સોશિયલ મીડિયા પર જાગરૂકતા ફેલાવવા માટે નરેન્દ્ર મોદીની અપીલ

04 April, 2020 05:59 PM IST  |  Mumbai Desk

રમતવીરોને સોશિયલ મીડિયા પર જાગરૂકતા ફેલાવવા માટે નરેન્દ્ર મોદીની અપીલ

કોરોના વાઇરસથી દેશની જનતાને સજાગ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ પર્સનને આગળ આવવાની અપીલ કરી છે. આ માટે તેમણે સૌરવ ગાંગુલી, સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી, પી. વી. સિન્ધુ, વિશ્વનાથન આનંદ જેવા ૪૯ દિગ્ગજ પ્લેયરો સાથે વાત પણ કરી છે. દેશના દરેકેદરેક નાગરિક સુધી સરકાર, હેલ્થ મિનિસ્ટ્રીનાં સલાહ-સૂચન પહોંચતાં રહે એ માટે નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ પર્સનને જવાબદારી સોંપી છે. આ રમતવીરોએ પોતાના સોશ્યલ મીડિયા દ્વારા લોકોને પોતાના ઘરે રહેવાનું અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત મોદીએ સ્પોર્ટ્સ પર્સન દ્વારા કરવામાં આવી રહેલી મહેનત અને તેમણે કરેલા ડોનેશનની મદદનાં પણ વખાણ કર્યાં હતાં. હાલમાં વિરાટ કોહલીએ પણ નરેન્દ્ર મોદીની અપીલના ભાગરૂપે એક વિડિયો સોશ્યલ મીડિયમાં અપલોડ કર્યો હતો જેમાં તે દેશવાસીઓને સુરક્ષિત રહેવાનું કહેતો સાંભળવા મળી રહ્યો છે.

sports news sports cricket news narendra modi coronavirus covid19