27 February, 2026 12:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નૅન્સી પટેલ
મેલી કેરના નેતૃત્વમાં ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમે હાલમાં ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝમાં વિજયી શરૂઆત કરી હતી. સિરીઝની એ પહેલી મૅચ દરમ્યાન ૨૩ વર્ષની ઑલરાઉન્ડર નૅન્સી પટેલે ન્યુ ઝીલૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. ગુજરાતના ભરૂચમાં જન્મેલી નૅન્સી પટેલ ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમ માટે રમનાર પહેલી ભારતીય મૂળની ક્રિકેટર બની હતી. તેણે સ્પિનર તરીકે ૪ ઓવરમાં વિકેટ લીધા વગર ૨૦ રન આપ્યા હતા. ૧૬ વર્ષ પહેલાં મમ્મી-પપ્પા સાથે ન્યુ ઝીલૅન્ડમાં શિફ્ટ થયેલી નૅન્સી પટેલે ડોમેસ્ટિક ક્રિકેટમાં નૉર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સ ટીમ માટે બૅટર અને ઑફ-સ્પિન બોલર તરીકે પોતાની કુશળતા દર્શાવી હતી. તેણે હાલમાં મહિલા વર્લ્ડ કપ પહેલાં ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ડેવલપમેન્ટ સ્ક્વૉડ અને તાલીમ શિબિરમાં પણ ભાગ લીધો હતો.