ત્રિકોણીય સિરીઝની ઓપનિંગ મૅચમાં નામિબિયા સામે હાર્યું સાઉથ આફ્રિકા

30 August, 2026 09:54 AM IST  |  Windhoek | Gujarati Mid-day Correspondent

વિન્ડહૉકમાં ત્રિકોણીય સિરીઝની પ્રથમ T20 મૅચમાં નામિબિયાએ સાઉથ આફ્રિકાને ૧૮ રનથી હરાવી સતત બીજી વખત જીત મેળવી. ડેવાલ્ડ બ્રેવિસની ૭૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ પણ સાઉથ આફ્રિકાને જીત અપાવી શકી નહીં.

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે વિન્ડહૉકમાં ત્રિકોણીય સિરીઝની પ્રથમ T20 મૅચમાં યજમાન નામિબિયાએ સાઉથ આફ્રિકાને ૧૮ રનથી હરાવ્યું હતું. અગાઉ બન્ને વચ્ચે એકમાત્ર T20 મૅચ ઑક્ટોબર ૨૦૨૫માં રમાઈ હતી, જેમાં પણ નામિબિયાએ ૪ વિકેટે જીત નોંધાવી હતી. T20 ટીમ રૅન્કિંગમાં સાઉથ આફ્રિકા પાંચમા અને નામિબિયા ૧૪મા ક્રમે છે. નામિબિયાએ ૧૬૩/૯નો સ્કોર કર્યો હતો. સાઉથ આફ્રિકા ડેવાલ્ડ બ્રેવિસની ૫૦ બૉલમાં ૭૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ છતાં ૨૦ ઓવરમાં ૧૪૫/૯નો સ્કોર કરી શક્યું હતું.

south africa t20 cricket news sports news sports