વિડીયો: ખેલાડીના થ્રોથી અમ્પાયરના માથામાં બોલ વાગ્યો, જુઓ પછી શું થયું

16 February, 2019 08:59 PM IST  |  નાગપુર

વિડીયો: ખેલાડીના થ્રોથી અમ્પાયરના માથામાં બોલ વાગ્યો, જુઓ પછી શું થયું

અમ્પાયરને માથામાં વાગ્યો બૉલ(તસવીર સૌજન્યઃ BCCI)

વાર્ષિક ક્રિકેટ મેચોમાં વધારો થવાથી ક્રિકેટરોમાં ઇજાનું પ્રમાણ વધી ગયું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની સાથે અમ્પાયરોને ઇજા કે ઘાયલ થવાના સમાચારો વધી રહ્યા છે. ત્યારે શનિવારે આવી જ એક ઘટના સામે આવી હતી. ક્રિકેટના મેદાન પર અમ્પાયરને બોલ વાગવાથી તે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કર્યો હતો. જોકે આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ નહી પણ ભારતમાં રમાતી સ્થાનીક ક્રિકેટ ટુર્નામેન્ટ હતી.


ભારતમાં હાલમાં જ પુરી થયેલ રણજી ટ્રોફી બાદ શરૂ થયેલી સ્થાનીક ક્રિકેટ ટુર્નામેન્ટ ઇરાની કપમાં આ ઘટના સામે આવી હતી. ઇરાની કપના ફાઇનલ મેચમાં અંતિમ દિવસે ફિલ્ડરના એક થ્રોમાં અન્પાયરના માથાના ભાગે બોલ વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો. રેસ્ટ ઓફ ઇન્ડિયાની બીજી ઇનીંગમાં 95મી ઓવર દરમ્યાન બેટ્સમેને ઓફ ઓન તરફ શોટ ફટકાર્યો હતો. ત્યારે ફિલ્ડરે તે બોલને બોલર તરફ થ્રો કર્યો હતો. આ થ્રો સીધો ફિલ્ડ પર હાજર અમ્પાયરના માથાના પાછળના ભાગે વાગ્યો હતો. માથામાં બોલ વાગતા અમ્પાયર તેની જગ્યાએ જ બેસી ગયો હતો. થ્રો માથામાં વાગવાથી દુખાવાના કારણે અમ્પાયર કરણસતા રહ્યા હતા. તે સમયે તરત જ ફિજિયો મેદાન પર આવીને પ્રાથમીક સારવાર શરૂ કરી દીધી હતી. જોકે અમ્પાયરને મોટી ઇજા પહોચી ન હતી અને થોડા સમય બાદ અમ્પાયરે અમ્પાયરીંગ કરવાનું ચાલુ કરી દીધું હતું.

આ પહેલા 2014માં બોલ વાગતા અમ્પાયરનું નિધન થયું હતું
જોકે આ પહેલા વર્ષ 2014માં આવી જ એક ઘટના બની હતી. જેમાં અમ્પાયરનું નિધન થયું હતું. ઇજિપ્તમાં રાષ્ટ્રીય કક્ષાના અમ્પાયરને મેચ દરમ્યાન માથાના ભાગે બોલ વાગતા તેનું નિધન થયું હતું. ત્યારે હાલ ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇસીસીમાં અમ્પાયરની સુરક્ષાને લઇને વિચાર થઇ રહ્યા છે.

cricket news