શ્રીનિવાસનને ક્લીન ચિટ, મય્યપ્પન અને કુન્દ્રા દોષી

17 November, 2014 10:24 AM IST  | 

શ્રીનિવાસનને ક્લીન ચિટ, મય્યપ્પન અને કુન્દ્રા દોષી





મૅચ-ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી મુકુલ મુદગલ સમિતિના રિપોર્ટને કારણે IPLની ટીમો ચેન્નઈ સુપર કિંગ્સ તથા રાજસ્થાન રૉયલ્સની હાલત કફોડી બની શકે છે, કારણ કે સમિતિએ એના અધિકારી ગુરુનાથ મય્યપ્પન અને રાજ કુન્દ્રાને સટ્ટાબાજી માટે દોષી ગણાવ્યા છે. તો બીજી તરફ મૅચ-ફિક્સિંગ તથા તપાસમાં અસર પહોંચાડવાના આરોપમાંથી શ્રીનિવાસનને ક્લીન ચિટ આપી છે. પોતાના રિપોર્ટમાં ભારતીય ક્રિકેટ ર્બોડના પદભ્રષ્ટ અધ્યક્ષ શ્રીનિવાસનને એક ખેલાડી આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યો હોવાની માહિતી હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા બદલ દોષી ગણાવ્યા છે.

IPLની આચારસંહિતા મુજબ કોઈ પણ ફ્રૅન્ચાઇઝી, કંપની કે એના માલિક કોઈ પણ પ્રકારે ગેરઆચરણમાં સંડોવાયેલો હોવાનું માલૂમ પડે તો ફ્રૅન્ચાઇઝીને રદ કરવામાં આવશે. સમિતિએ એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે દિલ્હી પોલીસને તપાસ સોંપી દીધા બાદ કુન્દ્રા સટ્ટાબાજીની ગતિવિધિઓ વિશેની તપાસ રાજસ્થાન પોલીસે શા માટે એકદમ રોકી દીધી. વળી ક્રિકેટ ર્બોડના ઘ્બ્બ્ સુંદર રમણ પણ એક સટોડિયાના સંપર્કમાં હતા. એક વખત તેણે તેની સાથે આઠ વખત વાતચીત પણ કરી હતી. જોકે સટોડિયાની ગતિવિધિઓથી પોતે અજાણ હોવાની વાત સુંદર રમણે કરી હતી. મય્યપ્પન તથા કુન્દ્રા સટ્ટાબાજી કરતા હોવાની સૂચના મળી હતી, પરંતુ આ સૂચના કાર્યવાહી કરવા માટે પૂરતી ન હોવાથી એ અન્ય કોઈને આપવામાં આવી નહોતી.
.