મારા પગ જમીન પર રહ્યા પરંતુ કાંબળી વિશે ખબર નથી : સચિન

14 November, 2014 03:47 AM IST  | 

મારા પગ જમીન પર રહ્યા પરંતુ કાંબળી વિશે ખબર નથી : સચિન



તેન્ડુલકરે ક્રિકેટના ઘણા રેકૉર્ડ પોતાના નામે કર્યા તો કાંબળી પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં. માત્ર ૧૭ ટેસ્ટ-મૅચ જ રમી શક્યો. કાંબળી વિશે પૂછવામાં આવતાં તેન્ડુલકરે ‘ડેઇલી ટેલિગ્રાફ’ નામના ન્યુઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું પ્રતિમા બાબતે વાત નહીં કરું, કારણ કે એ નક્કી કરવાનું કામ મારું નથી. અમે અલગ-અલગ સ્વભાવના વ્યક્તિ હતા તેમ જ અમે પરિસ્થિતિનો સામનો અલગ-અલગ રીતે કર્યો. મારા પરિવારની નજર હંમેશાં મારા પર રહેતી. મારા પગ હંમેશાં જમીન પર રહ્યા. હું વિનોદ વિશે કંઈ કહી શકું નહીં.