મુંબઈએ બેન્ગાલ સામે લીધી લીડ

03 December, 2012 06:51 AM IST  | 

મુંબઈએ બેન્ગાલ સામે લીધી લીડ



જવાબમાં બેન્ગાલ ૨૦૧ રનમાં જ ઑલઆઉટ થઈ જતાં મુંબઈને મહત્વની ૯૬ રનની લીડ મળી હતી. બેન્ગાલનો ઓપનર અરિન્દમ દાસ ૯૮ રને અણનમ રહ્યો હતો. કૅપ્ટન મનોજ તિવારીએ ૩૮ રન બનાવ્યા હતા. મુંબઈ વતી સૌથી વધુ સ્પિનર અંકિત ચવાણે ૬૧ રનમાં ૪ વિકેટ લીધી હતી. ક્ષેમલ વાયંગણકરે બે તથા ધવલ કુલકર્ણી અને આવિષ્કાર સાળવીએ એક-એક વિકેટ લીધી હતી. મુંબઈએ બીજી ઇનિંગ્સમાં ત્રણ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૬ રન બનાવી લીધા હતા.

અન્ય મુખ્ય મૅચોમાં શું બન્યું?

વલસાડમાં ગુજરાતના ૫૬૬ રન સામે હૈદરાબાદના એક વિકેટે ૫૦ રન

કાનપુરમાં વડોદરાના ૨૫૪ રનની સામે ઉત્તર પ્રદેશના ૬ વિકેટે ૩૦૧

રોહતકમાં હરિયાણાના ૩૦૭ની સામે દિલ્હી ૬ વિકેટે ૧૬૫

સંબલપુરમાં મહારાષ્ટ્રના ૩૧૫ રન સામે ઓડિશા ૩ વિકેટે ૨૩૭

નાગપુરમાં વિદર્ભ સામે તામિલનાડુ ૮ વિકેટે ૪૪૩